મકાઉ, તા.1 : ભારતનો ટોચનો શટલર લક્ષ્ય સેન
અને નવોદિત યુવા ખેલાડી તરૂણ મન્નેપલ્લી શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને મકાઉ ઓપન સુપર-300 બેડમિન્ટન ટૂર્નામેન્ટના મેન્સ
સિંગલ્સની સેમિ ફાઇનલમાં પહોંચ્યા છે. વિશ્વમાં 47મો ક્રમ ધરાવતા 23 વર્ષીય તરુણ મન્નેપલ્લીએ ક્વાર્ટર ફાઇનલમાં 87મા ક્રમના ચીનના ખેલાડી હૂ ઝેને 7પ મિનિટની રમતમાં રસાકસી બાદ 21-12, 13-21 અને 21-18થી હાર આપી પહેલીવાર બીડબ્લ્યૂએફ
સુપર-300 ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં
જગ્યા બનાવી હતી જ્યારે લક્ષ્ય સેનનો ચીનના ચેન ઝૂ વિરુદ્ધ 21-14, 18-21 અને 21-14થી રોચક વિજય થયો હતો. સેમિમાં
મન્નેપલ્લીની ટક્કર મલેશિયાના જસ્ટિન હોહ સામે થશે,
જ્યારે લક્ષ્યનો સામનો ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાન વિરુદ્ધ થશે.