રમેશ આહીર દ્વારા : સિતારે જમી પરના યુ-ટયુબ પ્રીમિયર માટે કોટાય ગામે આવેલા અભિનેતા
આમિર ખાન સાથે મીડિયાને સંબોધતાં આહીર સમાજના અગ્રણી અને આમિર ખાનના મિત્ર ધનજીભાઈ
ચાડે લગાન સમયના સંસ્મરણો વાગોળ્યાં હતાં. તમણે કહ્યું હતું કે, આમિર ખાને લગાનમાં કામ કરનારા બધા સાથે લાગણીનો
નાતો રાખ્યો છે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન પણ
કોઈ દબાણ વગર મુક્ત રીતે કામ કરવા આપતા. શૂટિંગ પૂરું થયા પછી તેમણે બધાને નામજોગ યાદ
રાખ્યા છે. ભૂકંપ વખતે પણ કામ કરનારી ટીમને રોકડ સહાય આપી હતી અને ટેન્ટનું કાપડ મોકલ્યું
હતું. આમિર ખાન માત્ર નામથી નહીં પણ દિલના પણ અમીર છે.