નખત્રાણા, તા. 1 : શહેરમાં તંત્ર દ્વારા શાક માર્કેટ
શોપિંગ સેન્ટર જેવી નાના ધંધાદારીઓ પોતાના પરિવાર માટે રોજીરોટી રળી શકે તેવી સુવિધાઓના
અભાવે પાન-બીડીની કેબીન, સાયકલ રિપેરિંગ
કેબિન, હેરકટિંગ સલુન, શાકભાજીનો ધંધો કરતા
કાછીઆઓની રેકડી હાથલારી વિવિધ હંગામી કેબીનો ધરાવતા રોજની કમાણીમાંથી રોજનું પેટીયું
રડે એવા ધંધાદારીઓને ખોટી રીતે નોટિસો આપી દબાણના ખોટા આક્ષેપથી હેરાન કરાઈ રહ્યા છે.
કંટાળેલા ધંધાદારીઓના સંગઠન દ્વારા ધંધાદારીઓએ કલેકટર કચેરીએ આવેદનપત્ર સુપરત કરી રોષ
પકટ કરાયો હતો. એસો.ના પ્રમુખ પી.સી. ચાવડાની આગેવાની હેઠળ મહામંત્રી તુલસીદાસ સોની,
પૂર્વ પ્રમુખ જીતુભા જાડેજા, મનોષ અબોટી,
અતુલ સોની, ઈમરાનભાઈ, બકુલ
વાળંદ સહિતના સદસ્યોએ પ્રાંત અધિકારી કચેરીએ આવેદન સુપરત કર્યું હતું. વરસાદી પાણીના
વહેણને અડચણરૂપ સરકારી દબાણ જમીન કરેલ મોટા માથા સૌ સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં
આવતી નથી તેવો આક્ષેપ પણ ધંધાદારીઓએ કર્યો હતો.