ભુજ, તા. 1 : ગુરુવારે કચ્છ જિલ્લા પંચાયતની
સામાન્ય સભા દરમિયાન કચ્છમાં શિક્ષકોની ઘટના મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવતાં
જિ.પં.ની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા મામલે કોંગ્રેસના 35 જેટલા કાર્યકરો સામે ભુજ શહેર
એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, રાજેશભાઈ ચૂનીલાલ સોનીએ નોંધાવેલી ફરિયાદમાં
જણાવાયું હતું કે, જિલ્લા પંચાયતની સામાન્ય સભા દરમિયાન શિક્ષકોની
ઘટના મુદ્દે કોંગ્રેસના 35 જેટલા કાયકરોએ
સભાખંડની અંદર ચાલી રહેલી કાયદેસરની કાર્યવાહી સમયે મોટા પાયે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે જિ.પં.ની કાર્યવાહીમાં અવરોધ ઊભો
થયો હતો. કચ્છની શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓની આંકડાકીય માહિતી સાથે કોંગ્રેસી
કાર્યકરોએ નોંધાવેલો વિરોધ એટલો ઉગ્ર બન્યો હતો કે એક તબક્કે પોલીસને બોલાવવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિક્ષેપ પાડવા
સાથે આવેલા કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હવાતિયા માર્ય
હોવાનો જિલ્લા પંચાયત પ્રમુખે આક્ષેપ કર્યો હતો.