• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

વર્માનગરમાં આજથી 18મી ઇન્ટર જીસેક વોલીબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ

દયાપર (તા. લખપત), તા. 1 : કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન (જીએસઇસીએલ)ના યજમાનપદે વર્માનગર ખાતે તા. 2/8થી 18મી ઇન્ટર જીસેક વોલીબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. રીક્રીએશન ક્લબના પ્રમુખ પ્રકાશભાઇ એચ. પુરોહિતે માહિતી આપતાં કહ્યું હતું કે, સ્પોર્ટસ એન્ડ રિક્રિએશન ક્લબ આયોજિત ટૂર્નામેન્ટનું તા. 2/8ના પાર્ટી પ્લોટ ખાતે સવારે 8.30 કલાકે ઉદ્ઘાટન થશે અને તા. 3/8ના વોલીબોલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાશે, ત્યારબાદ ઇનામ વિતરણ યોજાશે. પાનધ્રો વીજ મથકના મુખ્ય ઇજનેર પી. આર. પટેલનાં માર્ગદર્શન હેઠળ જી.એસ.ઇ.સી.એલ.ના અધિકારીઓ, રીક્રિએશન ક્લબના ઉપપ્રમુખ બી. બી. પ્રજાપતિ, એસ.ઇ.ડી.એસ. નલવાયા, એમ. કે. હેલૈયા, સુબીના ઇલિયાસ, જે. વી. અપારનાથ, વી. જે. ચંદારાણા તેમજ વિવિધ સમિતિના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં જોડાશે. વર્માનગર પાર્ટી પ્લોટ ખાતે અંડરગ્રાઉન્ડ સફાઇ સજાવટ જેવી તૈયારીઓ ચાલી રહી છે. 

Panchang

dd