નવી દિલ્હી, તા. 1 : ભારતના સૌથી
પ્રતિષ્ઠિત એવોર્ડસમાંથી એક નેશનલ એવોર્ડસનું એલાન પહેલી ઓગસ્ટના કરવામાં આવ્યું હતું, જેમાં શ્રેષ્ઠ રાની મુખરજીને મળ્યો છે. શાહરુખ
ખાન અને વિક્રાંત મેસ્સીને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ફિલ્મ `12વીં ફેલ'ને શ્રેઁષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ
ઉપરાંત `વશ' શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ જાહેર થઈ છે
અને વશ માટે ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ
જાહેર થયો છે. નેશનલ એવોર્ડસ જ્યુરીએ સુચના અને પ્રસારણ વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવ
અને રાજ્ય મંત્રી ડો. એલ મુરૂગનને સંબંધિત રિપોર્ટ સબમિટ કર્યો હતો. બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં
વિજેતાઓનું એલાન થયું હતું. શ્રેષ્ઠ અભિનેત્રી અને અભિનેતા માટે રાની મુખરજી અને વિક્રાંત
મેસીનાં નામ સૌથી આગળ હતાં. જો કે, વચ્ચે શાહરૂખ ખાને મોટી સરપ્રાઈઝ
આપીને ચોંકાવી દીધા હતા. શાહરૂખને ફિલ્મ જવાન માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.
આ શાહરૂખ ખાન, રાની મુખરજી અને વિક્રાંત મેસી ત્રણેય માટે પહેલો
નેશનલ એવોર્ડ છે. આ ઉપરાંત સાન્યા મલ્હોત્રાની ફિલ્મ કટહલને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો
એવોર્ડ એનાયત થયો છે. રણબીર કપૂર અભિનિત ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલને
સાઉન્ડ ડિઝાઈન અને બેકગ્રાઉન્ડ સ્કોરની કેટેગરીમાં એવોર્ડસ નામે કર્યા છે. અદા શર્માની
ફિલ્મ ધ કેરળ સ્ટોરી માટે ડાયરેક્ટર સુદીપ્તો સેનને શ્રેષ્ઠ ડાયરેક્શનનો એવોર્ડ મળ્યો
છે. વિક્કી કૌશલની ફિલ્મ સેમ બહાદુરને બેસ્ટ મેકઅપ અને કોસ્ટયુમ માટે એવોર્ડ મળ્યો
છે.