ભુજ, તા. 1 : કચ્છમાં જુગાર અંગે પડાયેલા
જુદા-જુદા દરોડામાં પોલીસે 38 ખેલીને પાંજરે
પૂર્યા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભુજના
પ્રભુનગર ત્રણ રસ્તાથી મોચીરાઈ તરફ જતા માર્ગે બ્લ્યુ રંગના ગેટવાળા વરંડામાં જાહેરમાં
પત્તા ટીંચતા અકરમ અબ્દુલ ખલીફા, અસલમ આમદ નોતિયાર, હાજી સતાર મેમણ, આસિફ અબ્દુલ્લા મેમણ, ઈમરાન હસન નોતિયાર, આસિફ હુસેન કુંભાર, અબુભખર અદ્રેમાન કુંભાર, અયુબ ઉમર નોતિયાર અને શોએબ ઓસમાણ
મેમણને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 13,290 તથા 8 મોબાઈલ કિં. રૂા. 35,500 મળી કુલ રૂા. 48,790નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
અને ખેલીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ માધાપર પોલીસ મથક વિસ્તારમાં આવેલા
સુમરાસર શેખ ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં જાહેરમાં ધાણીપાસા વડે હારજીતનો જુગાર
રમતા રાજેશ કાનજી ગાગલ, બુધા મેવા
બંભા, હાસમ ઈસ્માઈલ કુંભાર, શરીફ હમીર નોતિયાર,
અકબર ગફુરભાઈ શેખ, પથુભા ચમાજી જાડેજા,
નાસીર આદમ વેણ, ઈબ્રાહીમ સુમાર બંભા અને જુમા લધા
સમેજાને પકડી તેમની પાસેથી રોકડા રૂપિયા 35,910 તથા 10 મોબાઈલ કિં.
રૂા. 45,500 મળી કુલ રૂા. 81,410નો મુદ્દામાલ કબજે કરવા સાથે
ખેલીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- રાપરના નારણપરમાં જુગાર રમતા
આઠ શખ્સની ધરપકડ : રાપરના નારણપરમાં બસ સ્ટેન્ડની બાજુમાં
ઓટલા પર અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા, તેવામાં અચાનક આવેલી પોલીસે દિનેશ પુના કોળી, પ્રવીણ
રણમલ કોળી, રામજી વસા કોળી (રહે. ખેંગારપર), દેવરાજ હમીરા કોળી, નાનજી સામા કોળી, મેરા જીવણ કોળી, રામજી વસા કોળી, (રહે. નારણપર) તથા પ્રવીણ હોથી કોળીની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી
રોકડ રૂા. 10,200 જપ્ત
કરાયા હતા. - સણવામાં ગંજીપાના વડે નસીબ
અજમાવતા ત્રણની અટક : રાપરના સણવા
ગામમાં ફાટલ ઘાટ પાસે સરકારી પડતર જમીનમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં પત્તા વડે
નસીબ અજમાવતા ઉમેશ ભીખુ મદારી, સિકંદર
પીરશા ફકીર તથા નાનજી કેશુ કોળીને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂા. 10,200 હસ્તગત કરાયા હતા. - સોમાણી વાંઢમાં ત્રણ ઝડપાયા, જ્યારે બે નાસી જવામાં સફળ : રાપરના સોમાણી
વાંઢમાં આજે બપોરે પોલીસે કાર્યવાહી કરી હતી, વાંઢમાં નદીના વોકળામાં ખુલ્લી જગ્યામાં જુગાર
રમાઇ રહ્યો હતો, ત્યારે અચાનક આવેલી પોલીસે અહીંથી બળદેવ વેલા
કોળી, દેવશી માદેવા કોળી અને રતિલાલ કબીર કોળીને ઝડપી લીધા હતા,
જ્યારે મહેશ કરમશી કોળી અને સુરેશ બાબુ કોળી નાસી જવામાં સફળ રહ્યા હતા.
પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 2070 જપ્ત કરાયા હતા.