• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ધોની ઘૂંટણની સર્જરી કરાવશે

નવી દિલ્હી, તા.31: ચેન્નાઇ સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ પાંચમીવાર આઇપીએલ ટ્રોફી જીતીને મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આઇપીએલની આ સીઝન દરમિયાન ધોની સતત ઘૂંટણના દર્દથી પરેશાન જોવા મળ્યો હતો. હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ધોની મુંબઇની કોકિલાબહેન અંબાણી હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરાવશે. ધોનીના ઘૂંટણની શત્રક્રિયા લગભગ આવતા સપ્તાહે થશે તેવું જાણવા મળે છે. આઇપીએલમાં ચેમ્પિયન થયા બાદ ધોનીએ ઘૂંટણની સારવાર કરાવી છે અને કેટલાક મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા છે. અગાઉ સીએસકેના કોચ સ્ટીફન ફલેમિંગે કહ્યંy હતું કે ધોની ઘૂંટણના દર્દ સાથે આઇપીએલમાં રમી રહ્યો છે. ધોની પણ ચેપોક મેદાન પરના આખરી લીગ મેચ બાદ ગોઠણ પર આઇસ પેડ સાથે જોવા મળ્યો હતો. આઇપીએલ ચેમ્પિયન થયા બાદ ધોની સાથે જૂના સાથીદાર ઇરફાન પઠાણે મુલાકાત કરી હતી. જેની તસવીર ઇરાફન પઠાણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. એ તસવીરમાં પણ ધોનીના ગોઠણ પણ આઇસ પેડ જોવા મળે છે. ધોનીએ આઇપીએલની વધુ એક સીઝન રમવાનો સંકેત આપી ચૂક્યો છે. આથી તેની પાસે સર્જરી બાદ વાપસીનો પૂરતો મોકો બની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang