• રવિવાર, 08 જૂન, 2025

કાર્લસન સાતમીવાર નોર્વે ઓપન ચેમ્પિયન

સ્ટાવેંજર (નોર્વે), તા.7 : વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશ અંતિમ રાઉન્ડમાં અમેરિકી ગ્રાંડમાસ્ટર ફેબિયાનો કારૂઆના સામે હારી ગયો હતો. આથી ગુકેશને નોર્વે ઓપન ચેસ ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડયો હતો. જ્યારે પાંચ વખતનો પૂર્વ વિશ્વ વિજેતા અને નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસને વિક્રમી સાતમો ખિતાબ કબજે કર્યો હતો. તે 16 પોઇન્ટ સાથે નોર્વે ઓપનમાં સાતમીવાર ચેમ્પિયન બન્યો હતો. કાર્લસનનો આખરી રાઉન્ડની મેચ ભારતના અર્જુન એરિગૈસી વિરુદ્ધ હતો. જે ડ્રો રહી હતી. બીજી તરફ ગુકેશ સામેની જીતથી ફેબિયાનો કારૂઆના 1પ.પ પોઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યો હતો. ગુકેશ 14.પ અંક સાથે ત્રીજા અને અર્જુન 13 અંક સાથે પાંચમા નંબરે રહ્યા હતા. મહિલા વર્ગમાં યૂક્રેનની અન્ના મુજીચુક અંતિમ રાઉન્ડમાં ભારતની આર. વૈશાલી વિરુદ્ધ ટાઇબ્રેકરમાં હારી હતી. આમ છતાં  16.પ પોઇન્ટ સાથે ખિતાબ જીત્યો હતો. વૈશાલીએ 11 અંક સાથે ટૂર્નામેન્ટ સમાપ્ત કરી હતી. કોનેરૂ હમ્પી 1પ અંક સાથે ત્રીજા સ્થાને રહી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd