ગાંધીધામ, તા. 7 : તાલુકાના પડાણામાં લાકડાંના બેન્શામાં સામાન્ય મુદ્દે મારામારી
બાદ યુવાનની હત્યાના પ્રકરણમાં પોલીસે આરોપીને પકડી પાડયો હતો. પડાણાના સુધીર એન્ડ
સન્સ ઈમ્પોર્ટ પ્રા. લિમિટેડ નામના બેન્શાની શ્રમિક વસાહતમાં ગત તા. 2/6ના આ બનાવ બન્યો હતો. વીજ મોટર
બંધ કરવા મુદ્દે સંજયકુમાર રતનલાલ ચૌધરી અને આરોપી ગુરુદેવકુમાર પ્રમોદ શર્મા વચ્ચે
બોલાચાલી-ઝઘડો થયો હતો. બાદમાં બંનેએ એક બીજાને લાકડાંની પટ્ટી વડે મારવાના પ્રયત્નો
કર્યા હતા. આ બનાવમાં સંજયને માથા ઉપર હુમલો કરતા તેને ગંભીર ઈજાઓને પગલે જુદી-જુદી
હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેણે સારવાર દરમ્યાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો
હતો. પોલીસે ગુનો દર્જ કરી આજે આરોપી એવા ગુરૂદેવ શર્માને પકડી પાડયો હતો.