• રવિવાર, 08 જૂન, 2025

ચોમાસું વિધિવત મુંબઈમાં

મુંબઈ, તા. 7 : અંતે અટવાઈ ગયેલું ચોમાસું મહારાષ્ટ્રમાં આગળ વધ્યું છે. શનિવારે મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. નૈઋઍત્ય ચોમાસાની વિધિવત શરૂઆત સાથે મુંબઈમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં પહેલા સત્તાવાર વરસાદ સાથે ઝાપટાં પડયા હતાં. બીએમસીએ સાતેય દિવસ ર4 કલાક માટે કંટ્રોલ રુમ કાર્યરત કર્યો છે. મુંબઈ, થાણે અને પાલઘરમાં લોકોને વધુ સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે કારણ કે સમુદ્રની ઝડપી હવાઓને કારણે ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મુંબઈમાં નિર્ધારિત સમય પહેલા આગમન કર્યુ છે. રાજ્યમાં આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે દેશમાં 18 જૂન સુધીમાં ચોમાસું ફરી સક્રિય થવાની આગાહી કરી હતી. બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ ન સર્જાતા ચોમાસાની રફતારને બ્રેક લાગી હતી પરંતુ મુંબઈમાં ચોમાસાના આગમન સાથે તે ફરી સક્રિય બન્યું છે.પશ્ચિમી હવા મજબૂત છે અને પશ્ચિમ કિનારે ઓફ શોર ટ્રફ બનવાની સંભાવના છે.  ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ બંગાળની ખાડીમાં ચોમાસાની સિસ્ટમ બની રહ્યાની સંભાવના દર્શાવી છે. સ્કાયમેટના પ્રમુખ જી.પી.શર્માએ કહ્યું હતું કે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર 10 જૂન સુધી એક પૂર્વવર્તી સિસ્ટમ વિકસિત થવાનો આશાવાદ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd