માધાપર, તા. 7 : ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ
જાહેર થતાં જ ભુજના પરા સમાન માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો ધમધમાટ વેગીલો
દેખાઇ રહ્યો છે. મોડી રાત સુધી કાર્યાલયમાં ધમધમાટ સાથે ઉમેદવાર દ્વારા જુદા-જુદા વિસ્તારની
મુલાકાત, પ્રચાર-પ્રસાર જોવા મળી રહ્યો છે. માધાપર નવાવાસ
પંચાયતની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ થવા જઇ રહ્યો છે, ત્યારે લોકશાહીનો પાયો એ પંચાયતરાજ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બિનરાજકીય ચિહ્નથી
લડવામાં આવે છે. ચૂંટણીપંચનાં બંધારણને આધિન સામાન્ય-અનામત-અનુસૂચિત જનજાતિ બક્ષીપંચ
જે સમય અનુસાર રોટેશન મુજબ સરપંચ પદ કે વોર્ડના ઉમેદવાર રોટેશન મુજબ નિયત કરાયું તે
પ્રમાણે ચૂંટણી યોજાય છે. સામાન્ય સીટ 2018 સુધી રહેલ, જેમાં
પ્રથમવાર મિત્રી સમાજ અને બાદ 2017 સુધી પટાલ સમાજનું પ્રતિનિધિત્વ ફરી માધાપર ગામનો વિકાસ કરી
સ્વચ્છ-સમૃદ્ધ બનાવવા 2018ના રોટેશનના
ભાગરૂપી ત્રી અનામત સામાન્ય આવતાં તેમાં પણ પટેલ સમાજનું પ્રતિનિધિત્વ જોવા મળશે. 2025માં ઘણા સમય પછી બક્ષીપંચની
સીટ આવતાં નવા રોટેશન મુજબ ચૂંટણી યોજાઇ રહી છે. માધાપર નવાવાસમાં બક્ષીપંચ સીટ જાહેર
થતાં સમસ્ત ગામલોકોએ તૈયારી કરી 3 ઉમેદવાર સરપંચ
પદે પોતાની પેનલ બનાવી લડી રહ્યા છે, ત્યારે 18 આલમની વસ્તી
ધરાવતા માધાપરમાં ત્રિપાંખિયો જંગ થવા જઇ રહ્યો છે,
જેની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે. 1) સરપંચ પદે વાલજી કાનજી ડાંગર
પોતાની પેનલ બનાવી વિવિધ સમાજને સાથે રાખી ચૂંટણી લડી રહ્યા છે, જેઓએ ત્રણ વખત નવાવાસ પંચાયતના સભ્યપદે સેવા
આપેલી છે. આહીર સમાજ માધાપર ઘટકના પ્રમુખ પદે પણ સેવા આપેલી છે. વૃક્ષારોપણ સમિતિ કેસર
બાગની સ્મૃતિમાં તેઓએ સેવા આપે છે. 2) પાટ હનુમાન પેનલના સરપંચ પદના ઉમેદવારે દીપકભાઇ પ્રદીપભાઇ રાઠોડ
વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ ભુજ બાર એસોસિયેશનના મંત્રીપદે નિમાયા છે.
3 વર્ષ જિલ્લા પંચાયતમાં લીગલ એડવાઇઝર તરીકે
પણ કામગીરી કરી છે. 3) વિશ્રામભાઇ
સામતભાઇ કોલી, જેમણે નવાવાસ પંચાયતમાં
સભ્યપદે સેવા આપી છે. કોલી સમાજ માધાપર ઘટકના પ્રમુખ પદે સેવા આપી ચૂક્યા છે. માધાપરની
ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં જોડાયેલા છે. માધાપર નવાવાસ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખિયો
જંગ કોને ફળશે, કોણ વિજયી પતાકા લહેરાવશે, તે સમય સાથે જોવા મળશે, પણ ત્રણ પેનલના પ્રેરક તરીકે
માધાપરના પટેલ સમાજના આગેવાન જોડાયેલા છે, જેઓ ગામના વિકાસકાર્યોમાં
આગવું સ્થાન ધરાવે છે. ત્રણ પેનલના પ્રેરક પટેલ સમાજના આગેવાન છે, ત્યારે કોણ મેદાન મારશે, તેની ચર્ચા ગામમાં જોવા મળી
રહી છે. નવાવાસમાં 18 વોર્ડ છે.
54 ઉમેદવાર અને 3 સરપંચ પદ મળી 57 ઉમેદવારના ભાવિ માધાપરના મતદાતા
નક્કી કરવાના છે, તો કેટલાક
આગેવાનો પંચાયતને સમરસ કરવા માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે.