• રવિવાર, 08 જૂન, 2025

શિમલામાં સોનિયા ગાંધીની તબિયત બગડી : સારવાર હેઠળ

શિમલા તા. 7 : કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની હિમાચલ પ્રદેશની યાત્રામાં તબિયત અચાનક બગડી જતાં સારવાર માટે શિમલાની આઈજીએમસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જયાં તેમના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સોનિયાને સ્વાસ્થ્યની શું સમસ્યા સર્જાઈ છે ? તે સ્પષ્ટ નથી પરંતુ ઈસીજી, એમઆરઆઈ સહિત ટેસ્ટ કરાયા હોવાનું જાણવા મળે છે. એક અહેવાલ મુજબ તેમને બ્લડપ્રેસર વધી જતાં દાખલ કરાયા છે. સોનિયા ગાંધી ર જૂને પુત્રી પ્રિયંકા ગાંધી સાથે શિમલા આવ્યા હતા અને અહીંના પોતાનાં ફાર્મ હાઉસમાં રોકાણ કર્યુ હતું. સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયતની જાણ થતાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુકખુ પોતાનો પ્રવાસ ટૂંકાવી શિમલા પરત ફર્યા અને હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ગાંધી પરિવાર ઉનાળામાં મોટે ભાગે શિમલા આવે છે અને શિમલાથી 13 કિમી દૂર છારાબ્રા ખાતેના ફાર્મ હાઉસમાં રોકાણ કરે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd