પેરિસ, તા. 7 : ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ
ફ્રેંચ ઓપનના મહિલા સિંગલ્સમાં અમેરિકી ખેલાડી અને વિશ્વ નંબર બે કોકો ગોફ ચેમ્પિયન
બની છે. ફાઇનલમાં તીવ્ર રસાકસી પછી કોકો ગોફે વિશ્વ નંબર વન બેલારૂસની ખેલાડી આર્યના
સબાલેંકાને 6-7, 6-2 અને 6-4થી હાર આપી પહેલીવાર ફ્રેંચ
ઓપનનો ખિતાબ કબજે કર્યો હતો. 21 વર્ષીય કોકો
ગોફનું આ બીજુ ગ્રાંડસ્લેમ ટાઇટલ છે. આ પહેલાં તે વર્ષ 2023માં અમેરિકી ઓપનમાં ચેમ્પિયન
બની હતી. બીજી તરફ સબાલેંકા કારકિર્દીનો ચોથો ગ્રાંડસ્લેમ ખિતાબ જીતી શકી નથી. ફાઇનલમાં
પહેલો સેટ ટાઇબ્રેકરમાં જીત્યા પછી તે બાકીના બે સેટમાં કોકો ગોફની આક્રમક રમત સામે
નતમસ્તક થઇ હતી.