• રવિવાર, 08 જૂન, 2025

સામખિયાળી પાસે યુવાનને માર મારી યુવતીનું અપહરણ

ગાંધીધામ, તા. 7 : સામખિયાળીથી ભચાઉ જતા ધોરીમાર્ગ પાસે હોટેલ પર આવી નવેક શખ્સે કારના કાચ તોડી એક યુવાનને માર મારી યુવતીનું અપહરણ કરીને નાસી ગયા હતા. મુંદરા તાલુકાના વવાર ગામના ફરિયાદી એવા ભીમજી રામજી ગઢવી નામના યુવાને ગામની એક યુવાતી સાથે જામનગર કોર્ટમાં જઈને લગ્ન કર્યાં હતાં અને થોડા દિવસ જામખંભાળિયાના બેગામમાં રોકાયા હતા. બનાવ અંગે પ્રાગપર પોલીસ મથકે ગુમનોંધ થઈ હતી, જેમાં નિવેદન લખાવવા આ ફરિયાદી તથા તેની પત્ની બેગામથી નીકળ્યા હતા. મોરબી પાસે મામાડાડા હોટેલે જમવા રોકાયા હતા, જ્યાં ફરિયાદીના માતા, મામી, માસી અને ભાઈ કાર લઈને આવ્યા હતા, બાદમાં ફરિયાદી બાઈકથી જ્યારે અન્યો કારમાં સવાર થઈને આવી રહ્યા હતા. ફરિયાદી ભચાઉથી આગળ નીકળી ગયા બાદ તેના ભાઈ વિરમનો ફોન આવ્યો હતો, જેથી ફરિયાદી પાછો વળ્યો હતો. સામખિયાળી-ભચાઉ ધોરીમાર્ગ નજીક રંગલા પંજાબી હોટેલ પાસે ગયો હતો, જ્યાં વિરમે કહ્યું હતું કે, પાછળથી રામાધણી લખેલી કાર આગળ આવીને ઊભી રહી ગઈ હતી, જેમાંથી ઊતરેલા ચાર અજાણ્યા શખ્સે અલ્ટો કારના કાચ તોડી નાખ્યા હતા અને પાછળથી આવતી ઈનોવા કાર નંબર જી.જે.12-એફ.સી.-1054એ અલ્ટોને ટક્કર મારી હતી. ઈનોવામાંથી પ્રતાપ, લક્ષ્મણ, મેઘરાજ અને નારણ તથા દેવલબેન ઊતર્યા હતા અને વિરમને ધોકા વડે માર મારી તેની ભાભીના વાળ પકડી પોતાની સાથે બેસાડીને નાસી ગયા હતા. મારામારી, અપહરણના આ બનાવ અંગે ભચાઉ પોલીસે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd