• બુધવાર, 22 મે, 2024

172મા ક્રમાંકિત સામે હાર્યો મેદવેદેવ

પેરિસ, તા. 30 : ફ્રેન્ચ ઓપનમાં બીજા ક્રમાંકિત ડેનિયલ મેદવેદેવને 172મા ક્રમાંકિત ક્વોલિફાયર બ્રાઝિલના થિયેગો સેબોથ વિલ્ડે મોટો આંચકો આપ્યો હતો અને 7-6(5), 6-7(8), 2-6, 6-3, 6-4થી હાર આપી હતી. ચાર કલાક ચાલેલી મેચ બાદ મેદવેદેવ હાર્યો હતો. ફ્રેન્ચ ઓપનમાં 20 વર્ષમાં પહેલીવાર આવો ઉલટફેર થયો છે. એલિના સ્વિતોલિનાએ માતા બન્યા બાદ લગભગ દોઢ વર્ષમાં ફ્રેંચ ઓપનમાં પહેલી મેચ રમતાં મહિલા સિંગલ્સમાં માર્ટિના ટ્રેવિસનને હાર આપી હતી. ઓક્ટોબરમાં પુત્રી `સ્કા'ને જન્મ આપનાર સ્વિતોલિનાએ 2022માં સેમિ ફાઇનલમાં પહોંચનાર માર્ટિનાને 6-2 અને 6-2થી હાર આપીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. દુનિયાની પૂર્વ બીજા નંબરની ખેલાડી સ્વિતોલિનાનો હાલનો વિશ્વક્રમાંક 192 છે. મહિલા વિભાગના અન્ય એક સિંગલ્સ મેચમાં અમેરિકી યુવા ખેલાડી કોકો ગોફ ત્રણ સેટના સંઘર્ષ બાદ બીજા રાઉન્ડમાં પહોંચી હતી જ્યારે મેન્સ સિંગલ્સમાં ચોથા ક્રમના ખેલાડી કાસ્પર રૂડનો પહેલા રાઉન્ડમાં વિજય થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang