• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમની વિશ્વકપમાં ગોલ્ડન હેટ્રિક

અંતાલ્યા, તા. 22 : ભારતીય તીરંદાજ જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પરનીત કૌરની કમ્પાઉન્ડ મહિલા ટીમે સત્રમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખતા શનિવારે વિશ્વકપના ત્રીજા તબક્કામાં એસ્ટોનિયા સામે જીત મેળવી હતી અને વિશ્વકપમાં સ્વર્ણ પદકની હેટ્રિક કરી હતી. શીર્ષ ક્રમાંકની ટીમે એકતરફી ફાઇનલ મેચમાં એસ્ટોનિયાની લીસેલ જાટમા, મીરી મેરિટા પાસ અને મેરિસ ટેટ્સમેનને 232-229 અંકોથી હરાવી હતી. ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમે એપ્રિલમાં શંઘાઈ અને મે મહિનામાં યેચિયોનમાં ક્રમશ: વિશ્વકપના પહેલા અને બીજા તબક્કામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ટીમને વર્તમાન સત્રમાં કોઈ હરાવી શક્યું નથી. બીજી તરફ ભારતીય પુરુષ કમ્પાઉન્ડ તીરંદાજ પ્રિયાંશ પણ કાંસ્ય પદકનો મુકાબલો રમવાનો હતો. રિકર્વ વર્થમાં અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરા પણ બે પદકની દોડમાં છે, કારણ કે બન્ને વ્યક્તિગત સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. 2024માં દુનિયામાં પણ કોઈપણ ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમ (જ્યોતિ, આદિતિ અને પરનીત)ને હરાવી શક્યું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang