• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

નોર્ખિયાએ તોડયો ડેલ સ્ટેનનો રેકોર્ડ

નવી દિલ્હી, તા. 22 : 21 જૂનની રાતે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20 વિશ્વકપના સુપર-8 તબક્કાનો એક રોમાંચક મુકાબલો રમાયો હતો. આ મેચમાં આફ્રિકી ટીમ અંતિમ ઓવરમાં સાત રને જીતી હતી. આ મેચ દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર એનરિક નોર્ખિયા માટે યાદગાર રહ્યો હતો અને તેણે ઈતિહાસ રચ્યો હતો. તે દક્ષિણ આફ્રિકા માટે ટી20 વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધારે 31 વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે ડેલ સ્ટેનને પાછળ છોડી દીધો છે, જેનાં નામે 30 વિકેટ છે. ઇંગ્લેન્ડ સામે નોર્ખિયાને એક વિકેટ મળી હતી. જેનાથી ખાસ સિદ્ધિ નામે થઈ હતી. નોર્ખિયાએ ઇંગ્લેન્ડ સામે વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. તે દરેક ટી20 વિશ્વકપ મેચમાં ઓછામાં ઓછી એક વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang