• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

કોઈ હેડલાઇન દેવા માગતો નથી : ગંભીર ભડક્યો

નવી દિલ્હી, તા. 22 : પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને એક કાર્યક્રમમાં શ્રેષ્ઠ કેપ્ટન અંગે સવાલ કરવામાં આવતા તે ભડકી ઊઠયો હતો. ગંભીરે સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, સવાલ વિવાદાસ્પદ છે અને તે આ મામલે કોઈ હેડલાઇન આપવા માગતો નથી. ગૌતમ ગંભીર, રાહુલ દ્રવિડ, એમએસ ધોની, સૌરવ ગાંગુલી અને અનિલ કુંબલે જેવા કેપ્ટનો સાથે રમ્યો છે. ગંભીરે કહ્યું હતું કે, દરેક કેપ્ટનની પોતપોતાની વિશેષતાઓ છે અને તે કોઈ એક સુકાનીનું નામ લેવા માગતો નથી. કોલકાતામાં એક કાર્યક્રમ દરમ્યાન ગંભીરે કહ્યું હતું કે, ખૂબ જ વિવાદાસ્પદ પ્રશ્ન છે. તેઓ ઇમાનદારીથી આ મામલે કોઈપણ ચર્ચાસ્પદ થાય તેવા સમાચાર આપવા માગતો નથી. દરેકની કોઈ તાકાત અને કોઈ કમજોરી હોય છે. તેણે રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ  કર્યું હતું અને ગાંગુલીની કેપ્ટનશિપમાં વનડેમાં પદાર્પણ કર્યું હતું. લાંબા સમય સુધી ધોનીનાં નેતૃત્વમાં રમ્યો છે. ધોનીએ જે રીતે ટીમનું નેતૃત્વ કર્યું તેનાથી વધુ આનંદ થયું છે. વધુમાં ગંભીરે આઇસીસીથી સીમિત પ્રારૂપમાં બે નવા બોલના નિયમ ઉપર ફરીથી વિચાર કરવાનો આગ્રહ કરતાં કહ્યું હતું કે, સ્પીકરો માટે આ નિયમ અયોગ્ય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang