• શનિવાર, 27 જુલાઈ, 2024

બેંગલોર માટે જીત જ વિકલ્પ : કોલકાતા આપશે ટક્કર

કોલકાતા, તા. 20 : બેંગલોરે રવિવારે ઇડન ગાર્ડનમાં કોલકાતા નાઇટ રાઇડર્સના આકરા પડકારનો સામનો કરવો પડશે. સતત પાંચ હાર સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહેલી બેંગલોરની ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે તમામ મેચ જીતવી જરૂરી છે. હવે થોડી પણ ચૂક ભારે પડી શકે છે. બીજી તરફ કોલકાતા પણ રાજસ્થાન સામે ગયા મેચમાં મળેલી હાર બાદ ટ્રેક ઉપર ફરવા ઈચ્છશે. કોલકાતાના બોલરો રાજસ્થાન સામે 223 રનના સ્કોરનો પણ બચાવ કરી શક્યા નહોતા. બેંગલોર માટે બોલિંગ સૌથી નબળી કડી છે. યશ દયાલ સિવાય કોઈપણ બોલર અસર છોડી શક્યો નથી. સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ છ મેચમાં માત્ર ચાર વિકેટ લઈ શક્યો છે. સત્રમાં સાથી મોંઘો 11.50 કરોડમાં ખરીદવાંમા આવેલો અલ્જારી જોસેફ માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે. તેણે 11.89ની એવરેજથી રન આપ્યા છે. ટોપ્લે પણ નાકામ રહ્યો છે. જો બેંગલોરને જીત મેળવવી હોય તો બોલરોના પ્રદર્શનમાં સુધારો જોઈશે. આખી ટીમ એક રીતે કોહલી, ડુપ્લેસિસ અને દિનેશ કાર્તિક ઉપર નિર્ભર છે. આ ત્રણેયનો સામનો હર્ષિત રાણા, સીનલ નારાયન અને મિચેલ સ્ટાર્ક જસામે થશે. તેવામાં કોલકાતાનો પડકાર આકરો બનશે.  કોલકાતાએ બેંગલોર કરતા એક મેચ ઓછી રમી છે અને તેની નજર જીતની રાહ ઉપર પરત ફરવાની છે. નારાયને બોલ અને બેટથી પ્રદર્શન બતાવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang