• બુધવાર, 22 મે, 2024

ભારતના ઓલિમ્પિક કુસ્તી અભિયાનને ફટકો

નવી દિલ્હી તા.19: આગામી પેરિસ ઓલિમ્પિક માટેની ભારતના કુસ્તી અભિયાનને મોટો ફટકો પડયો છે. દુબઇમાં ખરાબ હવામાનને લીધે ઉડાન મોડી પડવાથી ભારતના બે ટોચના પહેલવાન દીપક પૂનિયા અને સુજીત કલાકલ એશિયન કુસ્તી ઓલિમ્પિક કવોલીફાયર ટૂર્નામેન્ટ ચૂકી ગયા છે.પેરિસ ઓલિમ્પિકમાં કવોલીફાય થવા માટેની ટૂર્નામેન્ટ હતી. જેમાં દીપક પૂનિયા અને સુજીત કલાકલ ભારતનું પ્રતિનિધિત્વ કરવાના હતા. દુબઇમાં ભારે વરસાદને લીધે બન્ને ભારતીય પહેલવાન સમયસર કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચી શકયા નથી. બન્ને અને તેમના કોચ મંગળવારે દુબઇ વિમાની મથકે ભારે વરસાદને લીધે ફસાઇ ગયા હતા. હવે મે મહિનામાં તૂર્કિમાં રમાનાર વર્લ્ડ કવોલીફાય ટૂર્નામેન્ટ દ્વારા બન્ને પહેલાવાન પાસે ઓલિમ્પિકનો કવોટા હાંસલ કરવાનો આખરી મોકો રહેશે. દીપક પૂનિયા 86 કિલો ફ્રી સ્ટાઇલ વર્ગમાં અને સુજીત કલાકલ 6 કિલો વર્ગમાં ભાગ લેવાના હતા. હાલ વિનેશ ફોગાટ સહિતના બીજા 17 ભારતીય કુસ્તી ખેલાડી બિશ્કેકમાં ઓલિમ્પિકમાં કવોલીફાઇ થવા ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang