• બુધવાર, 22 મે, 2024

રાહુલે રંગ રાખ્યો, લખનઉએ જીતનો સ્વાદ ચાખ્યો

લખનઉ, તા. 19 : ઘરઆંગણે કેપ્ટન ઈનિંગ્સ રમી બતાવનાર સુકાની કે.એલ. રાહુલ (82) અને ક્વિંટન ડિકોક (54) આક્રમક અર્ધસદીઓ ફટકારીને 134 રનની `પહાડી' ભાગીદારી નોંધાવતાં લખનઉ સુપર જાયન્ટ્સને શુક્રવારે સળંગ બે હારનું કલંક ભૂંસવામાં સફળતા મળી હતી. માત્ર બે વિકેટ ખોઈને ચેન્નાઈ સુપર કિંગ્સે આપેલું 177 રનનું લક્ષ્ય આસાનીથી આંબી લેતાં લખનઉએ આઠ વિકેટે જીત મેળવી હતી. ધોનીની ધુંઆધાર ફટકાબાજી અને રવીન્દ્ર જાડેજા (57)ની અણનમ અર્ધસદીની મદદથી ચેન્નાઈએ 177નું લક્ષ્ય આપ્યા બાદ લખનઉએ પહેલા દડાથી રમત પર કબજો જમાવી દીધો હતો. ક્રિકેટરસિકોને ભરપૂર મનોરંજન પૂરું પાડતાં સુકાની રાહુલે 53 દડામાં નવ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 82 રન ફટકારી દીધા હતા. ડિકોકે પણ સામો છેડો સાચવી 43 દડામાં પાંચ ચોગ્ગા, એક છગ્ગા સાથે 54 રન ઝૂડી દીધા હતા. ચેન્નાઈના ફિલ્ડરોને સતત દોડતા રાખીને પ્રારંભિક જોડીએ 134 રનની ભાગીદારીના ભારથી ચેન્નાઈ પર મનોવૈજ્ઞાનિક દબાણ લાવી દીધું હતું. અગાઉ ડેથ ઓવર્સમાં એમ. એસ. ધોનીએ નવાબી અંદાજમાં 28 રનની અણનમ વિસ્ફોટક ઇનિંગ્સ રમીને દર્શકોને ખુશ કરી દીધા હતા. આઇપીએલના આજની મેચમાં લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ રવીન્દ્ર જાડેજાની ઉપયોગી અર્ધસદીની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે 20 ઓવરના અંતે 6 વિકેટે 176 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. આખરી બે ઓવરમાં ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોનીએ પાવર હિટિંગ કરીને માત્ર 9 દડામાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાથી આતશી-અણનમ 28 રન કર્યાં હતા. તેના અને જાડેજા વચ્ચે સાતમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 13 દડામાં 3 રનનો ઉમેરો થયો હતો. રવીન્દ્ર જાડેજા 40 દડામાં ચોગ્ગા-1 છગ્ગાથી 7 રને અણનમ રહ્યો હતો. ધોનીની સટાસટીથી સીએસકેએ આખરી ઓવરમાં 72 રનનો ઝડપી ઉમેરો કર્યો હતો. દરમિયાન મોઇન અલીની વિકેટ ગુમાવી હતી. અલીએ 20 દડામાં 3 છગ્ગાથી 30 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. ઓપનિંગમાં આવેલ રહાણે 24 દડામાં ચોગ્ગા, 1 છગ્ગા સાથે 36 રને આઉટ થયો હતો. રચિન રવીન્દ્ર ગોલ્ડન ડક થયો હતો. કપ્તાન ઋતુરાજ ગાયકવાડ 17, ફટકાબાજ શિવમ દુબે 3 અને પિંચ હિટર સમિર રિઝવી 1 રન કરી નિષ્ફળ રહ્યા હતા. લખનઉ તરફથી કુણાલ પંડયાએ 16 રનમાં 2 વિકેટ લીધી હતી. મોહસિન, યશ, સ્ટોઇનિસ અને બિશ્નોઈને 1-1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang