• બુધવાર, 22 મે, 2024

પંજાબની લડત બાદ મુંબઇની રોમાંચક જીત

મુલ્લનપુર, તા. 18 : 193 રનના લક્ષ્ય સામે 49 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધા બાદ આશુતોષ શર્મા (28 દડામાં ધુંઆધાર 61 રન)ના વડપણ હેઠળ પંજાબે યાદગાર લડત આપી હતી અને આખરે ટીમ 19.1 ઓવરમાં 183 રને ઓલઆઉટ થતાં મુંબઇની નવ રને દિલધડક જીત થઇ હતી. બુમરાહ (21 રનમાં ત્રણ વિ.) અને કોએત્ઝી (32 રનમાં ત્રણ વિ.)ના તરખાટથી પંજાબની ટોચની બેટિંગ હરોળ કડડડભૂસ થઇ ગઇ હતી. કરને 6, રોસોએ 1, લિવિંગસ્ટોને 1 રન કર્યા હતા. પણ સશાંકસિંહે 25 દડામાં 41 રન ફટકાર્યા હતા. તેણે  અને આશુતોષે પંજાબની આશા જીવંત રાખી હતી. આશુતોષે સાત છગ્ગા ફટકાર્યા હતા. ચંદિગઢ તા.18: અગાઉ ટી-20ના નંબર વન બેટર સૂર્યકુમાર યાદવની 78 રનની ઝમકદાર ઇનિંગ્સની મદદથી આઇપીએલની આજની મેચમાં પંજાબ કિંગ્સ વિરૂધ્ધ મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 192 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. યાદવે 3 દડામાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાથી શાનદાર 78 રન કર્યાં હતા. જયારે પંજાબ કિંગ્સ તરફથી હર્ષલ પટેલે 31 રનમાં 3 વિકેટ લીધી હતી. શિખર ધવનની અનુપસ્થિતિમાં સેમ કરને પંજાબની કપ્તાની સંભાળી હતી. તેને 41 રનમાં 2 વિકેટ પ્રાપ્ત થઇ હતી. મુંબઇએ આખરી ઓવરમાં 66 રન ઉમેર્યાં હતા અને દરમિયાન વિકેટ ગુમાવી હતી. પંજાબે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી હતી. મુંબઇની શરૂઆત સારી રહી હતી. ઇશાન કિશન 8 રને રબાડાનો શિકાર થયો હતો. પછી અનુભવી રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે મુંબઇની ઇનિંગ્સને સ્થિર કરી રન રફતાર વધારી હતી. બન્ને વચ્ચે બીજી વિકેટમાં 7 દડામાં 81 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. રોહિત 2 દડામાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાથી 36 રને આઉટ થયો હતો. તિલક વર્માએ 18 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 34 રનનું યોગદાન આપી મુંબઇની રન ગતિ વધારી હતી. તેણે સૂર્ય સાથે 28 દડામાં 49 રનની ભાગીદારી કરી હતી. કપ્તાન હાર્દિક (10)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. ડેથ ઓવરમાં ટિમ ડેવિડે 7 દડામાં 14 રન કર્યાં હતા. હર્ષલ પટેલે 20મી ઓવર ફેંકી હતી. જેમાં મુંબઇએ 3 વિકેટ ગુમાવી હતી. આથી મુંબઇ 200 પારને બદલે 7 વિકેટે 192 રને અટકી ગયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang