• શનિવાર, 20 એપ્રિલ, 2024

આજે કોલકાતા સામે દિલ્હીની કસોટી

વિશાખાપટનમ, તા.2 : દિલ્હી કેપિટલ્સની ટીમ બુધવારે રમાનારી મેચમાં સાબિત કરવા માગશે કે ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ મળેલી જીત કોઈ તુક્કો હતો. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સની નજર જીતની હેટ્રિક પર હશે. બન્ને ટીમ  આમને-સામને હશે ત્યારે કાંટે કી ટક્કર થશે. દિલ્હી ટીમે રવિવારે ચેન્નાઇને 20 રને આંચકારૂપ હાર આપી હતી. હવે કેકેઆરના  બેટધરોએ 29 માર્ચે આરસીબીના બોલરો સામે શાનદાર દેખાવ કરીને જીત મેળવી હતી. દિલ્હી માટે ડેવિડ વોર્નર અને પૃથ્વી શો ઉપર સારી શરૂઆતની જવાબદારી રહેશે. ડીસી કપ્તાન રિષભ પંત વાપસી બાદ શરૂઆતની બે મેચમાં સરેરાશ દેખાવ કરી શક્યો હતો. હવે તે જૂના અંદાજમાં પરત ફરી ચૂક્યો છે. તેણે સીએસકે વિરુદ્ધ આક્રમક અર્ધસદી કરી હતી. દિલ્હીની ચિંતા . આફ્રિકી બેટધર ટ્રિસ્ટન સ્ટબ્સ અને ઓસ્ટ્રેલિયન બેટર મિશેલ માર્શનું ફોર્મ છે.  બીજી તરફ કેકેઆર તેની બન્ને મેચ જીતી સારા ફોર્મમાં આગળ વધી રહી છે. ઓપનર ફિલ સોલ્ટ અને ઓલરાઉન્ડર વૈંકટેશ અય્યર સારા ફોર્મમાં છે. કપ્તાન શ્રેયસ અય્યરે પણ ફોર્મમાં વાપસી કરી લીધી છે. આંદ્રે રસેલ ટીમનો હુકમનો એક્કો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang