• શનિવાર, 20 એપ્રિલ, 2024

ઓલિમ્પિકની તૈયારી માટે ભારતીય હોકી ટીમ ઓસ્ટ્રેલિયા રવાના

નવી દિલ્હી, તા. 2 : ભારતીય પુરુષ હોકી ટીમ પેરિસ ઓલિમ્પિકની તૈયારી અર્થે તા. 6 એપ્રિલથી શરૂ થઈ રહેલી પાંચ મેચની શ્રેણી માટે આજે ઓસ્ટ્રેલિયા રવાના થઈ છે. હરમનપ્રિત સિંઘની આગેવાનીમાં ભારતીય હોકી ટીમે તાજેતરમાં ભુવનેશ્વરમાં એફઆઇએચ પ્રો લીગમાં ચારમાંથી ત્રણ મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 6 એપ્રિલ બાદ બાકીના મેચ 7, 10, 12 અને 13 એપ્રિલે રમાશે. ઉપકપ્તાન હાર્દિક સિંઘે કહ્યંy છે કે ઓલિમ્પિકની તૈયારી માટે શ્રેણી ઘણી મહત્ત્વપૂર્ણ છે. અમને અમારી ક્ષમતા પર ભરોસો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારો દેખાવ કરવાનો વિશ્વાસ છે. ભારતીય હોકી ટીમ : કૃશન બહાદુર પાઠક, સૂરજ કરકેરા, પીઆર શ્રીજેશ (ત્રણેય ગોલકીપર), હરમનપ્રિત સિંઘ (કેપ્ટન), જરમનપ્રિત સિંઘ, અમિત રોહીદાસ, જુગરાજસિંઘ, સંજય, સુમિત, આમિર અલી, મનપ્રિત સિંઘ, હાર્દિક સિંઘ, વિવેક સાગર, શમશેર સિંઘ, નીલાકાંતા શર્મા, રાજકુમાર પાલ, વિષ્ણુકાંત સિંહ, આકાશદીપ, મનદીપ, લલિતકુમાર ઉપાધ્યાય, અભિષેક, દિલપ્રીત સિંઘ, સુખજીત સિંઘ, ગુરજંત સિંઘ, મોહમ્મદ રાહીલ, મોહસીન, બોબીસિંહ ધામી અને અરાજીત સિંઘ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang