• શનિવાર, 20 એપ્રિલ, 2024

દિલ્હીના કેપ્ટન પંત પર 12 લાખનો દંડ

વિશાખાપટ્ટનમ, તા. 1 : દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર 12 લાખ રૂપિયાનો દંડ થયો છે. ગઇકાલની આઇપીએલની મેચમાં ચેન્નાઇ વિરૂધ્ધની મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે ધીમી ગતિએ ઓવર ફેંકી હતી. આથી તેના કપ્તાન પંત પર 12 લાખનો દંડ મેચ રેફરીએ કર્યો છે. સ્લો ઓવર રેટ મામલે પહેલાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને પણ 12 લાખનો દંડ થયો હતો. મેચમાં પંતે 32 દડામાં 1 રનની આક્રમક ઇનિંગ રમી હતી. કાર અકસ્માત બાદ તેની પહેલી અર્ધસદી હતી. મેચ બાદ પંતે કહ્યંy કે એક ક્રિકેટર તરીકે હું એવું વિચારતો નથી કે હું વાપસી કરી રહ્યો છું. પંતે ચેન્નાઇ સામેની જીતનો શ્રેય ટીમના બે બોલર મુકેશકુમાર અને ખલિલ અહમદને આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang