• શનિવાર, 27 જુલાઈ, 2024

રાજકોટમાં વિકેટકીપર ધ્રુવ જુરેલને પદાર્પણનો મોકો મળશે

રાજકોટ, તા.12 : રાજકોટ ટેસ્ટ માટેની ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર થશે. અત્યાર સુધી પોતાની કેરિયરમાં 7 ટેસ્ટ મેચ રમાનાર આંધ્રપ્રદેશના વિકેટકીપર કેએલ ભરતને રાજકોટ ટેસ્ટમાંથી ડ્રોપ કરવાનું મન હેડ કોચ રાહુલ દ્રવિડ અને કપ્તાન રોહિત શર્માએ મન બનાવી લીધું છે. કે એસ ભરતે વિકેટ પાછળ તો ઠીક-ઠાક દેખાવ કર્યો છે, પણ બેટથી યોગદાન આપી રહ્યો નથી. આથી તેની ઇલેવનમાંથી છુટ્ટી નિશ્ચિત માનવામાં આવે છે. કે એલ રાહુલ અનફિટ અવસ્થામાં છે. તે જો ફિટ હશે તો ફક્ત બેટરનાં રૂપમાં ટીમમાં સામેલ થશે. આથી સેકન્ડ વિકેટકીપર ધ્રુવ જુરલને ડેબ્યૂની તક મળશે તેવા રિપોર્ટ છે. ધ્રુવ જુરેલ યુવા ખેલાડી છે. તે ઇન્ડિયા , ઉત્તરપ્રદેશ અને આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી સારો દેખાવ કરી ચૂક્યો છે. 23 વર્ષીય ધ્રુવે આઇપીએલમાં 13 મેચમાં 172ની સ્ટ્રાઇક રેટથી 12 રન બનાવ્યા છે જ્યારે પ્રથમ કક્ષાની 1 મેચમાં તેના નામે 46ની સરેરાશથી કુલ 790 રન છે. જેમાં એક સદી સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang