• રવિવાર, 16 જૂન, 2024

-પણ કચ્છના રાજનો કરિશ્મા જારી : ત્રણ વિકેટ ખેરવી

ભુજ, તા. 11 : અંડર 19 વર્લ્ડકપનો ખિતાબ જાળવી રાખીને સિનિયર વિશ્વકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ આપેલી હારનો હિસાબ ચૂકતે કરવાના યુવા ટીમ ઈન્ડિયાના અરમાન તો પાર પડયા નહીં અને અંતિમ જંગમાં કાંગારુઓ વિજયી બન્યા પણ મેચમાં મૂળ દયાપરના ઝડપી બોલર રાજ લીમ્બાણીએ ફરી એક વાર જલવો બતાવ્યો અને 38 રનમાં ત્રણ વિકેટ ખેરવીને ભારતનો સૈથી સફળ બોલર સાબિત થયો. રાજની સ્વીંગ બોલીંગ સામે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો વામણા પુરવાર થયા હતા. તેણે શરૂઆતમાં સામ કોન્સ્ટાસને શૂન્ય રને બોલ્ડ કરી નાખ્યો હતો. દડો ઓફ સ્ટમ્પની બહારથી ગજબનો સ્વિંગ થયો અને સામને કંઈ ખબર પડી નહીં. રાજે ત્યાર બાદ કપ્તાન રયાન હિક્સ અને ચાર્લી એન્ડરસનની વિકેટ પણ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાના અન્ય બોલરો ખર્ચાળ સાબિત થયા હતા પણ રાજ ફરી એક વાર કિફાયતી રહ્યો હતો. રાજની બોલીંગની પ્રશંસા થઈ રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang