• મંગળવાર, 25 જૂન, 2024

ટેનિસ બોલનો ખેલાડી મધવાલ બન્યો મુંબઈનો મેચવિજેતા

નવી દિલ્હી, તા. 25 : આઇપીએલ 2023ની સિઝનના મધ્યે કોલકતાનો અનકેપ્ડ બેટર રિંકુ સિંહ ગુજરાત સામેના મેચમાં આખરી પ દડામાં પ છગ્ગા ફટકારી રાતોરાત નવો સુપરસ્ટાર બન્યો હતો, આઇપીએલના અંતમાં મુંબઈનો યોર્કર સ્પેશિયાલિસ્ટ આકાશ મધવાલ લખનઉ સામે પ રનમાં પ વિકેટ ઝડપીને સુપરાસ્ટાર બન્યો છે. 29 વર્ષીય આ બોલર સતત ચર્ચામાં છે. લખનઉ સામેના તેના અવિશ્વસનીય પ્રદર્શનને હરકોઈ પ્રશંસા કરી રહ્યા છે. આકાશ મધવાલને મુંબઈ ઇન્ડિયન્સે 20ની હરાજીમાં20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં પણ તે મુંબઈની ટીમમાં સામેલ હતો પણ ત્યારે તક મળી ન હતી. આ વખતે તેને પદાર્પણનો મોકો મળ્યો અને મુંબઈ માટે બુમરાહનો પર્યાય બન્યો. એલિમિનેટર મેચમાં તો તેણે આગઝરતી બોલિંગ કરી અને 3.પ ઓવરમાં માત્ર પ રન આપીને પ વિકેટ ઝડપી મુંબઈને જોરદાર જીત અપાવી હતી. તેનાં નામે આઇપીએલમાં 7 મેચમાં 13 વિકેટ થઈ છે. તે ઉત્તરાખંડ તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે. લખનઉ સામેની જીત બાદ આકાશે કહ્યંy કે, આ ફીગર તેનો શ્રેષ્ઠ નથી, હજુ સર્વશ્રેષ્ઠ દેખાવ બાકી છે. હું ફક્ત ટીમે સોંપેલી જવાબદારી પૂરી કરવા સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું. કપ્તાન રોહિત શર્માને ખબર છે કે મારો મજબૂત પક્ષ શું છે. નેટ પ્રેક્ટિસ દરમિયાન તેમની ખબર પડી કે હું નવા દડાથી બોલિંગ કરી શકું છું. આથી કેપ્ટનને ખબર છે કે જરૂર મુજબ મારો ઉપયોગ કેમ કરવો. આકાશ મધવાલ ઉત્તરાખંડના રૂડકીનો છે. તે 24 વર્ષનો હતો ત્યાં સુધી ફક્ત ટેનિસ બોલથી જ ક્રિકેટ રમતો હતો. તેની પાસે સિવિલ એન્જિનિયરની ડિગ્રી છે અને એક કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરતો હતો. તેણે 24 વર્ષની વયે પ્રોફેશનલ ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો હતો. 2018માં તેણે નોકરી છોડી અને રૂડકીમાં આવતાર સિંહની ક્રિકેટ એકેડેમાં તાલીમ લેવી શરૂ કરી હતી. હાલ તે ઉત્તરાખંડ તરફથી ઘરેલુ ક્રિકેટમાં રમે છે. તેના કોચ અવતારસિંહનું માનવું છે કે આકાશના સચોટ યોર્કરની સફળતા પાછળ ટેનિસ ક્રિકેટ છે. તે ટેનિસ બોલથી જ યોર્કર ફેંકવાનું શીખ્યું છે. કોચ અવતારસિંહ કહે છે કે આકાશ મઘવાલે મોડેથી ક્રિકેટની શરૂઆત કરી છે, પણે તે સૂર્યકુમારને જેમ ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang