• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ભાડા કાયદાની સામે વકીલો મેદાને : આજે કચ્છ સહિત ગુજરાતમાં હડતાળ

ભુજ, તા. 4 : ગુજરાત ભાડા વિધેયકમાં ફેરફાર કરી આવા કેસોની કાર્યવાહી અદાલતોમાંથી લઇ એડમિનિસ્ટ્રેટીવ ઓથોરિટી સમક્ષ ચલાવવાની જોગવાઇ થતાં આ સામે વકીલો નારાજ થઇ મેદાને ઊતર્યા છે. ગુજરાત બાર કાઉન્સિલે આના વિરોધમાં તા. 5-10ના હડતાળ પર ઊતરવાની જાહેરાત કરતાં તેમાં કચ્છના વકીલો પણ જોડાશે. આ હડતાળના નિર્ણયના પગલે કચ્છની વિવિધ કોર્ટો તેમજ સરકારી કચેરીઓમાં ચાલતા કાયદાકીય કેસોમાં વકીલો હાજર નહીં રહે. કચ્છની તમામ દિવાની તેમજ ફોજદારી કોર્ટ ઉપરાંત વિવિધ ટ્રિબ્યુનલ, કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીમાં ચાલતા જમીન-મિલકત સહિતના કેસોના ધારાશાત્રીઓ પણ હડતાળમાં જોડાશે. ભુજ બાર એસોસિયેશનના પ્રમુખ સચિન ગોરે જણાવ્યું હતું કે, માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આદેશ અને સૂચનાને અનુસરીને ભુજ બાર એસો. ગુજરાત આદેશ અને સૂચનાને અનુસરીને ભુજ બાર એસો.ના તમામ સભ્યો વકીલો ઉપરાંત કચ્છના તમામ બાર એસો.એ આ નિર્ણયને સમર્થન આપ્યું છે અને તેઓ હડતાળમાં જોડાશે. વકીલોનો મુખ્ય વિરોધ એ છે કે, લોકોના વિવાદોનો નિર્ણય કોર્ટના ન્યાયાધીશો દ્વારા થવાને બદલે સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે, તો લોકોને ન્યાય મેળવવામાં અસર પડી શકે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd