• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

ભચાઉમાં બારોટ સમાજને અમુક તત્વો નિશાન બનાવતા હોવાની રાવ

ચોબારી, તા. 19 : ભચાઉમાં વર્ષોથી વસવાટ કરીને અલગ અલગ રીતે મજૂરી કામ કરતા સમાજના યુવાનો-લોકો ને અમુક તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવે છે. આ તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવવામાં આવ્યો છે.  તાજેતરમાં  ભચાઉમાં થયેલા જીવલેણ હુમલાના કેસમાં તટસ્થ તપાસ કરીને ફરીયાદમાં ખોટા નામ નખાવાયા હોવાની રજુઆત કરાઈ છે. અખિલ કચ્છ તુરી બારોટ સેવા સમાજ દ્વારા પૂર્વ કચ્છ એસપી અને જિલ્લા કલેકટરને રૂબરૂ મળી રજુખાત કરવામાં આવી હતી. પત્રમાં જણાવ્યા પ્રમાણે ભચાઉમાં માથાભારે તત્વો બારોટ સમાજને નિશાન બનાવે છે. ઊ ભચાઉમાં બે દિવસ પહેલા થયેલા હુમલાના બનાવમાં સમાજના 75 વર્ષના દાદા બાબુભાઈ બારોટનું નામ પોલીસ ફરિયાદમાં નાખવામાં આવ્યું છે તેમને આ બાબતે કોઈ જાણ નથી. જેથી તેનું નામ એફ આઈ આર માંથી તમે કરવામાં  માંગ કરઈ છે. બારોટ સમાજના ઘરોમાં વ્યક્તિગત ધાક બેસાડીને આરોપી ભચાઉ માંથી હિજરત કરાવવા મજબૂર કરી રહ્યા છે આ બાબતે પોલીસ તંત્ર પગલાં ભરીને કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે પત્ર પાઠવતી વેળાએ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ બારોટ, વસંતભાઈ બારોટ, અમૃતભાઈ બારોટ સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Panchang

dd