ભુજ, તા. 19 : આજના વિકાસ - ઉપભોગના ભૌતિક
સાધન અને ઝડપી જીવનશૈલીના સમયમાં માનવ પ્રકૃતિથી વિમુખ થઇ રહ્યો છે. કુદરતી સંસાધન
અને નૈસર્ગિક જીવનશૈલી, પ્રાકૃતિક
ખેતી, ગાય આધારિત સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી સાથે લોકો માહિતગાર
થાય અને તેને જીવનમાં અપનાવી શકે તેવા ઉમદા ઉદ્દેશથી ફોટોગ્રાફિક સોસાયટી ઓફ કચ્છ,
રામકૃષ્ણ ટ્રસ્ટ -ચિંતન ફાર્મ કુકમા તથા કચ્છમિત્ર (મીડિયા પાર્ટનર સહયોગ)ના
સંયુક્ત ઉપક્રમે યુવક -યુવતીઓમાં વધતા જતા ફોટોગ્રાફી અંગેના શોખને યોગ્ય મંચ મળી રહે
તેવા આશયથી ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા અવારનવાર વિવિધ કાર્યક્રમો પીરસી તસવીરકારોને
પ્રોત્સાહન અપાય છે. ચિંતન ફાર્મ કુકમા ખાતે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં
આવી હતી. રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઇ સોલંકીએ પ્રાકૃતિક જીવનશૈલી અને જીવનમાં ગાયનું
મહત્ત્વ સમજાવીને પ્રકૃતિના એમ્બેસેડર બનવાની હિમાયત કરી હતી. ટ્રસ્ટના શૈલેન્દ્રસિંહ
જેઠવાએ ખાતર બનાવવાની પદ્ધતિ, ગૌમૂત્ર, ગોબર આધારિત ઉત્પાદનો દર્શાવ્યાં હતાં. ફોટોગ્રાફી સોસાયટીના પ્રમુખ પ્રકાશભાઇ
ગાંધીએ તસવીરકળાનાં માધ્યમથી પ્રકૃતિનાં સંવર્ધન અંગે યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રી આશુતોષ ગોર દ્વારા પ્રાકૃતિક મૂલ્યોનાં જતન અને જીવનમાં અપનાવવા પર ભાર મુકાયો
હતો. કાર્યક્રમ દરમ્યાન યુવાઓએ ગાય, વાછરડા, જૂના ગાડાં, જૂની બાંધકામ શૈલી, ખેતી સાધનો સહિત સમગ્ર પરિસરની તસવીરો લીધી હતી. અનુભવી તસવીરકારો દ્વારા યુવાઓને
સ્થળ પર માર્ગદર્શન અપાયું હતું. પ્રાચીન ગુરુકુલ પદ્ધતિની માહિતી મુકિતબેન પટેલ દ્વારા
આપવામાં આવી હતી. પ્રયાસ ગુરુકુલમના બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગાય
આધારિત પેદાશો અને ઉત્પાદન અંગે માહિતી તેજસ પટ્ટણીએ આપી હતી. કચ્છના જુદા-જુદા વિસ્તારોમાંથી
બહોળી સંખ્યામાં તસવીરકારો જોડાયા હતા. પરેશ કપ્ટા, અરવિંદ નાથાણી,
મહેશ પૂજારા, મુકેશ પોમલ, વીનેશ ઠક્કર, સુરેશ ધોળકિયા, નટવરલાલ
વ્યાસ, શાંતિલાલ વરૂએ તસવીરકારોને માર્ગદર્શન આપ્યું હતું. ભાગ
લેનાર દરેકને ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા સર્ટિફિકેટ અપાશે. ચિંતન ફાર્મ તરફથી
ગણેશની પ્રતિમા તથા એન્ટિ રેડિયેશન ચીપ અપાઇ હતી. કાર્યક્રમને સફળ બનાવવા જય કંસારા,
દીપક રાઠોડ, ભરત ગોર, મયૂર
ચૌહાણ, ભાવિક ગોર, રિધમ છત્રાળા,
અમિત હેડાઉ, લલિત વ્યાસ, કેકીન ગણાત્રા, કલ્પેશ ખત્રી, અર્જુનસિંહ
ચૌહાણ, જયમીત સોલંકી, હિતેશ જોષી,
મનોજ ટાંક, વર્ષા ભટ્ટ, સુમિત
પોમલ, માલશ્રી ગઢવી, દિલીપ ઠક્કર, નીતિન પંડયા, હિતેશ ઠક્કર, ભગીરથ,
નીલેશ ભાવસાર, પ્રેમ ઝવેરી, ધર્મેશ પોમલ, મહેન્દ્ર ટાંક, વિરલ
ઠક્કર, કેતન ગોસ્વામી, નિકી શાહ, ફાન્સીબા ભાટી, ગાયત્રી ગોસ્વામી, ડો. વીરાભાઇ ચાવડા, ડો. મુક્તિ પટેલ, જિજ્ઞેશ પટેલ, સુરભિ ગોસ્વામી, વંદના ચૌધરી વગેરેએ જહેમત ઉઠાવી હતી.