અંજાર, તા. 1 : અહીંથી ભુજ તરફ જતા ધોરીમાર્ગ ઉપર અચાનક કોઈ કારણોસર નર્મદાની લાઈનમાં લીકેજ થતાં મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો હોવાના અહેવાલ સાંપડયા હતા.પ્રાપ્ત થતી વિગતો અનુસાર અંજાર નજીક નર્મદાની મુખ્ય લાઈનમાં વાલ્વમાં લીકેજ સાથે
ઊંચા-ઊંચા પાણીના ફુવારા ઉડયા હતા.
અહીંથી પસાર થતા વાહનચાલકો આ દૃશ્યો જોવાથોભી ગયા હતા. ઉનાળા વચ્ચે લીકેજના કારણે મોટા
પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો.આ અંગે સંબંધિત અધિકારી
શ્રી આંત્રોલિયાનો સંપર્ક કરતાં તેમણે લીકેજના બનાવને સમર્થન આપ્યું હતું. આ
અંગે સમારકામની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સંભવત સવાર સુધી કામગીરી પૂર્ણ થશે. આ લીકેજના કારણે જિલ્લાની પાણી વિતરણ વ્યવસ્થાને ખાસ અસર નહીં પડે
તેવુ તેમણે ઉમેર્યું હતું. દરમ્યાન વાલ્વ સાથે કારની ટક્કર થતાં લીકેજ થયું હોવાની
બાબત ચર્ચાની એરણે ચડી હતી, પરંતુ તંત્ર
તરફથી કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી.