અંજાર, તા. 1 : શહેરમાં ચોરીની ઘટનાઓમાં સતત
વધારો થઈ રહ્યા હોવાની ફરીયાદો ઉઠી છે.ત્યારે મુખ્ય બજાર વિસ્તારમાં અનેક દુકાનોના
એર કન્ડિશનરના આઉટડોર યુનિટ સાથે જોડાયેલા કિંમતી કોપર પાઇપ તસ્કરો દ્વારા કાપી લઈ
જવામાં આવ્યા હતા.જેને લઈને ભારે નારાજગી પ્રસરી
હતી. આ બનાવને લઈને વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બહાર આવેલી
વિગતો અનુસાર ગંગા બજાર, માલાશેરી તેમજ
અભિષેક કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં આવેલી 20 કરતા વધુ દુકાનોના એસીના આઉટડોર
યુનિટમાંથી કોપર પાઇપ કપાયા હતા. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી
ચોરીના બનાવો વધ્યા છે. અલબત આ અંગે સતાવાર ગુન્હો નોંધાયો નથી. જેને લઈને ચોરીના ગુન્હાને અંજામ આપનારા તત્વોને બળ મળે છે. ભારે ચકચાર જગાવનારા આ બનાવ અંગે પોલીસે તલસ્પર્શી
તપાસ કરવી ગુન્હા સામેલ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત
રાત્રિના સમયે કાયદાના રક્ષકો ફરજ ઉપર હાજર
ન રહેતા હોવાના પણ આક્ષેપો ઉઠયા છે. શહેરમાં વધતા -જતા ચોરીના બનાવોલને અંકુશમાં લેવામાં સઘન પોલીસ પ્રટ્રોલિંગની માંગ ઉઠી છે.