• ગુરુવાર, 02 જુલાઈ, 2026

વિમ્બલ્ડન : ઓસાકાનો ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ

લંડન, તા. 1 : ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકાએ  બુધવારે કોર્ટ 2 પર રશિયન ક્વોલિફાયર અનાસ્તાસિયા ગાસાનોવાને 6-3, 6-2થી હરાવીને વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જો કે, તે પહેલાં તેણે ખુલાસો કર્યો કે, ગુરુવારે તેની પુત્રીના જન્મદિવસે તેણી ખૂબ નર્વસ થઈ ગઈ હતી. જ્યારે પુરુષ વર્ગમાં અપસેટ થયો હતો. 140મા ક્રમના ફિનલેન્ડના ખેલાડી ઓટો વિર્ટાનેને ચોથા ક્રમના ખેલાડી બેન શેલ્ટન સામે 6-4, 3-6, 6-7, 6-2 અને 7-6થી જીત મેળવી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. અમેરિકાની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી અને 23 વખતની ગ્રાંડસ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સ 4 વર્ષ પછીની વાપસી સિંગલ્સ મેચમાં જીત મેળવી શકી ન હતી. 44 વર્ષીય સેરેનાનો વિમ્બલ્ડનના પ્રથમ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાની 20 વર્ષીય ખેલાડી માયા જોઇન્ટ વિરુદ્ધ સંઘર્ષ બાદ 3-6, 7-6 અને 3-6થી પરાજય થયો હતો. માયા જોઇન્ટની વિમ્બલ્ડનમાં આ પહેલી જીત છે અને તે પણ સેરેના સામે મળી છે. સેરેના છેલ્લે 2022માં યુએસ ઓપનમાં સિંગલ્સ મેચ રમી હતી. આ પછી 1397 દિવસના અંતર બાદ વિમ્બલ્ડનમાં ઉતરી હતી.  વિમ્બલ્ડનની મહિલા સિંગલ્સના ગઈકાલના અન્ય મેચમાં વિશ્વ નંબર 3 પોલેન્ડને ઈગા સ્વિયાતેકનો અમેરિકી ખેલાડી ટેલર ટાઉનસેન્ડ સામે 6-1, 2-6 અને 6-3થી પહેલા રાઉન્ડમાં વિજય થયો હતો. આ ઉપરાંત અમાંડા અનિસિમોવા અને પૂર્વ નંબર વન કેરોલિના  પ્લિસ્કોવા  પણ  બીજા  રાઉન્ડમાં  પહોંચી છે. 

Panchang

dd