ગાંધીધામ, તા. 1 : આદિપુરમાં લાકડાંના પ્લોટમાં ગત રાત્રિના અરસામાં આગ લાગતાં
ભારે દોડધામ થઈ પડી હતી. આખી રાત પાણી છંટકાવ
કરાયા બાદ વહેલી સવારે આગ
કાબૂમાં આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ
આદિપુરના વોર્ડ. છ-સીમાં પ્લોટ નંબર
21 ખાતે રાત્રિના લગભગ 11.45 વાગ્યાના અરસામાં આગ લાગી હતી.
પલભરમાં આગ સમગ્ર વિસ્તારમાં પ્રસરી હતી. લાકડાંનો જથ્થો તેમજ ભંગાર બળીને ખાખ થઈ ગયો
હતો આ બનાવની જાણ થતાની સાથે જ ગાંધીધામ મહાનગરપાલિકાના બે ફાયર ફાઈટર તથા ટીમ્બર તેમજ
અંજાર નગરપાલિકા અને વેલસ્પનનું પણ ફાયર ફાઈટર સ્થળ ઉપર પહોંચ્યું હતું સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
રાત્રિના 11.45 વાગ્યાના અરસામાં લાગેલી આગ
વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં કાબૂમાં આવી
હતી સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તાજેતરમાં ગાંધીધામ ખાતે કાર એસેસરીઝની દુકાનમાં આગ લાગી હતી.