• ગુરુવાર, 02 જુલાઈ, 2026

ભારતે ઇંગ્લેન્ડને આપ્યું 190 રનનું લક્ષ્ય

ચેસ્ટર લી સ્ટ્રીટ, તા. 1 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની બુધવારે રમાયેલી પહેલી મેચમાં ભારતે અભિષેક શર્મા (59) અને શ્રેયસ ઐયર (68)ની અડધી સદીના બળે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને 190 રનનું લક્ષ્ય આપ્યું હતું. ભારતીય કેપ્ટને ટોસ જીતીને બાટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલાં બાટિંગ કરતાં ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 24 દડામાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 59 રન અને શ્રેયસ ઐય્યરે 47 દડામાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 68 રન કર્યા હતા. જ્યારે શિવમ દુબે 42 રન બનાવી અણનમ રહ્યો. સાકિબ મહમૂદે 3 વિકેટ ઝડપી. અક્ષર પટેલ છેલ્લા દડે આઉટ થયો હતો. - વૈભવને ફરી તક ન મળતાં ક્રિકેટપ્રેમીઓમાં આશ્ચર્ય : લંડન, તા. 1 : ભારતે ફરી એકવાર પ્રતિભાશાળી વૈભવ સૂર્યવંશીને તક ન આપતાં રમતપ્રેમીઓમાં આશ્ચર્ય ફેલાયું છે. ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટી-20 મેચમાં પણ વૈભવને સ્થાન મળ્યું નહોતું અને ફરી એકવાર સંજુ સેમસન (1)અને ઇશાન કિશન (0) નિષ્ફળ રહ્યા હતા. 

Panchang

dd