મુંદરા, તા. 1 : ભોરારામાં શાંતિનાથદાદાના જિનાલયનો
આઠમો ધ્વજારોહણ ત્રિહાન્હિકા મહોત્સવ પ્રસંગ ઊજવાયો હતો. લિંબડી અજરામર સંપ્રદાયના
આચાર્ય ડો. પ્રકાશચંદ્રજી સ્વામી, અચલગચ્છના
અનંતરત્નસાગરજી મ.સા.ની નિશ્રા પ્રાપ્ત થઈ હતી.
ધ્વજારોહણ, સાધર્મિક ભક્તિનો લાભ હાંસબાઈ દેવજી દેઢિયા
એલ.ડી. દેઢિયા પરિવાર, કોષાબેન ક્ષિતિનભાઈ શેઠ પરિવાર,
માતા લક્ષ્મીબેન લાલજી મારુ, માતા રુક્ષ્મણિબેન
રાઘવજી સોની, માતા પાનબાઈ શિવજી દેઢિયા અને લીલબાઈ વસનજી દેઢિયાએ
લીધો હતો. મુંદરા-બારોઈના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરાસિંહ પરમાર, ભોરારાના સરપંચ અરાવિંદાસિંહ જાડેજા, મુંદરા પાંજરાપોળના
પ્રમુખ નવીન મહેતા, ભોગીભાઈ મહેતા, હરખચંદભાઈ
સાવલા, મણિલાલ સંઘોઇ, હરેશ ખીમશિયા તેમજ
પ્રાગપુર સંઘના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવમી ધ્વજાનો ભોરારાના માતા પાનબાઈ
શિવજી પરબત દેઢિયા પરિવારે લાભ લીધો હતો. કાર્યક્રમ વિધિકાર / સંગીતકાર નિકેશ દેઢિયા
(ગઢશીશાવાળા)ના સથવારે સંપન્ન થયો હતો. પ્રકાશચંદ્રજી સ્વામી રચિત નાટક `ભુલાઈ ગયેલા સંસ્કારો' રજૂ કરવામાં આવ્યું હતું. સંઘ તરફથી દેરાસરના
પૂજારી મુકેશભાઈનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન વિપુલ ધનજી દેઢિયા,
જય અમૃત ગોગરી, જિતેન્દ્ર પ્રેમજી, રાજેશ ખીમજી દેઢિયા, લઘુભાઈ મહેશ્વરી, વીરેન્દ્ર પપ્પુ મારાજ, કેશાભાઈ મહેશ્વરીએ જહેમત ઉઠાવી
હતી. સંચાલન દેરાસરના ટ્રસ્ટી એલ.ડી. દેઢિયાએ
સંભાળ્યું હતું, એવું મુંદરા તપગચ્છ જૈનસંઘના સહમંત્રી વિનોદ
મહેતાની યાદીમાં જણાવાયું હતું.