મુન્દ્રા, તા. 1 : અખિલ ભારતીય મારવાડી યુવા મંચ, મુન્દ્રા પોર્ટ શાખા દ્વારા તાજેતરમાં સમાજસેવા,
સંગઠન અને સંસ્કારની ભાવનાને સમર્પિત મારવાડી ભવનનો લોકાર્પણ સમારોહ
યોજાયો હતો. જેમાં આ ભવન સમાજની સામાજિક, સાંસ્કૃતિક,
ધાર્મિક, શૈક્ષણિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓનું
એક સશક્ત કેન્દ્ર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. અખિલ ભારતીય મારવાડી યુવા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ
સુરેશ જૈને સંબોધનમાં જણાવ્યું કે, મારવાડી યુવા મંચ માત્ર એક
સંસ્થા નથી, પરંતુ સેવા, સંસ્કાર અને સામાજિક
જવાબદારીનું સશક્ત માધ્યમ છે. તમામ શાખાઓ સમાજહિતના કાર્યોમાં આગળ વધે. અતિથિઓએ આપેલા
સંબોધનમાં મારવાડી યુવા મંચની શિક્ષણ, આરોગ્ય, સમાજસેવાની પ્રશંસા કરીને જણાવ્યું કે, આ ભવન સમાજ માટે
કાયમી વારસો સાબિત થશે તેમજ પ્રવૃત્તિઓને નવી દિશા આપશે. મુખ્ય અતિથિ તરીકે સાંસદ વિનોદ
ચાવડા, અ. ભા. મારવાડી યુવા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશ જૈન
તથા વિશિષ્ટ અતિથિ તરીકે મુન્દ્રા-માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુન્દ્રા-બારોઈ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજ ગઢવી, ભાજપ
તાલુકા અધ્યક્ષ શક્તસિંહ જાડેજા, મુન્દ્રા નગરપાલિકા તથા ભાજપાના
હોદ્દેદારો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ગુજરાત
પ્રાંતીય અધ્યક્ષ અજય અગ્રવાલ, મુન્દ્રા પોર્ટ શાખાના સ્થાપક
અધ્યક્ષ સુધેશ બોલા, શાખા અધ્યક્ષ દિનેશ અગ્રવાલ, શાખા સચિવ ઝાબરમલ ચૌધરી, ગુજરાત પ્રાંતના સહમંત્રી રાજકુમાર
શર્મા, પ્રાંતીય પર્યાવરણ સંયોજક પંકજ બરમેચા, મીડિયા કો-ઓર્ડિનેટર હિમથારામ ચૌધરી, ચેનારામ ચૌધરી,
તુષાર અગ્રવાલ, સુરેન્દ્ર ચૌધરી, ડો. કૃષ્ણ યાદવ, અજીત સિવાચ, કપિલ
અગ્રવાલ, ઘનશ્યામ અગ્રવાલ સહિત મંચના અનેક હોદ્દેદારો,
સભ્યો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભવનના નિર્માણમાં મુન્દ્રા
પોર્ટ શાખાના અધ્યક્ષ દિનેશ અગ્રવાલ, સ્થાપક અધ્યક્ષ સુધેશ બોલાના
વિશેષ યોગદાનની નોંધ લેવાઈ. મારવાડી યુવા મંચ, મુન્દ્રાની જાગૃતિ
શાખાની ટીમે સમારોહમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. આ ભવનના લોકાર્પણ સાથે મારવાડી યુવા
મંચ, ગુજરાતનું પ્રાંતીય લઘુ અધિવેશન પણ નવનિર્મિત ભવનમાં યોજાયું
હતું. અધિવેશન દરમિયાન ગુજરાત આયોજનમાં મીનુ
ગોયલ, નંદલાલજી, દામુભાઈ, રોશન ગોયલ વિ. એ માર્ગદર્શન સહયોગ આપ્યા હતા. ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,
તમામ દાતાઓ દ્વારા આર્થિક સહયોગ બદલ મંચ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
સંચાલન ઓમપ્રકાશજી સરિયાલા અને પ્રિયંકાજીએ કર્યું હતું.