• ગુરુવાર, 02 જુલાઈ, 2026

માનકૂવામાં સોનાં-ચાંદી મહામંડળની મળેલી બેઠકમાં વિવિધ મુદ્દા ચર્ચાયા

માનકૂવા, તા. 1 : ભુજ તાલુકાના આ ગામે જિલ્લા સોનાં-ચાંદી મહામંડળની બેઠક પ્રમુખ હીરાલાલભાઈ સોનીની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં ભારાસર, કોડકી, દેશલપર વાંઢાય, કલ્યાણપર, આણંદસર, વાળાસર સહિતના ગામોના સોનાં-ચાંદીના વેપારીઓ અને કારીગરો જોડાયા હતા. બેઠક દરમ્યાન જ્વેલર્સની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા, ચોરીની ઘટના સામે સાવચેતી, સીસીટીવી સહિતના સુરક્ષા ઉપાયો તેમજ સંગઠનને મજબૂત બનાવવા સહિતના મુદ્દા ચર્ચાયા હતા. રાજુભાઈ, હરેશભાઈ, રિતેશભાઈ, પ્રકાશભાઈ, કમલેશભાઈ, નિર્મલભાઈ, શંકરભાઈમનોજભાઈ, પ્રતીશભાઈ, સચિનભાઈ, જિતેનભાઈ, રાજેશભાઈ, કલ્પેશભાઈ, અજયભાઈ, પુનિતભાઈ, પવનભાઈ વિ. ઉપસ્થિત રહ્યા હતા.  

Panchang

dd