• ગુરુવાર, 02 જુલાઈ, 2026

નખત્રાણા મુસ્લિમ ખત્રી સમાજના 150 છાત્રનું સન્માન

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 1 : નખત્રાણા તાલુકા મુસ્લિમ ખત્રી યુવક મંડળ આયોજિત નખત્રાણા તાલુકા ખત્રી સમાજના છાત્રોનો શૈક્ષણિક સન્માન કાર્યક્રમ નખત્રાણા ખાતેની મુસ્લિમ લોહારવાઢા સમાજવાડી ખાતે યોજાયો હતો, જેમાં 150 બાળકો ઉપરાંત સમાજના વડેરાનું પણ સન્માન કરાયું હતું. મોટી વિરાણીના હાજી સુલેમાન ખત્રીએ સ્વાગત કર્યા બાદ પ્રવચન કરતાં મહામંત્રી ખમીશાભાઇ ખત્રીએ યુવક મંડળની પ્રવૃત્તિઓની ઝલક રજૂ કરી હતી. પદ્મશ્રી અબ્દુલગફુર ખત્રી-નિરોણાએ સમાજે કારીગીરી ક્ષેત્રે નામના મેળવી છે. શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે એવી ભાવના વ્યક્ત કરી હતી. ખત્રી ખિદમત ટ્રસ્ટના મંત્રી ઇસ્માઇલ સોનેજીએ સમાજના બાળકો માટે ભુજ ખાતે ખત્રી બોયઝ હોસ્ટેલનું સ્વપ્ન સાકાર થયું હોવાનું જણાવ્યું હતું. હાજી રશિદભાઇ ખત્રી (અંજાર)એ સાહસ કર્યા વગર સફળતા ન સાંપડે તેથી જીવનમાં હંમેશાં ઊંચા વિચાર રાખવા જણાવ્યું હતું. હાજી ફકીરમામદ, ખિદમત ટ્રસ્ટના પ્રમુખ કાસમભાઇ ખત્રી, હારૂનભાઇ ખત્રી, મેનેજર અદ્રેમાન ખત્રી, ઉપપ્રમુખ હાજી રસિદભાઇ ખત્રી, પ્રમુખ આર. કે. ખત્રી, ઉપપ્રમુખ જાફરભાઇ ખત્રી, મહામંત્રી મામદભાઇ ખત્રી, હાજી સુલેમાન ખત્રીએ શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું. કચ્છમિત્રના પ્રતિનિધિ એવા મોટી વિરાણીના ઉમર ખત્રીનું સન્માન કરાયું હતું. તાલુકાના ખત્રી સમાજના પ્રથમ મહિલા ડો. લુબના ખત્રી, પ્રો. ઝેબાબેન ખત્રીસિવિલ ઇજનેર યાસીન ખત્રી તેમજ ખત્રી ખિદમત ટ્રસ્ટ તથા નખત્રાણા નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવનારા યુવાન સાકીર ખત્રીનું વિશેષ સન્માન ખત્રી યુવક મંડળના હોદ્દેદારો દ્વારા કરાયું હતું. દાતાઓના બહુમાન કરાયા હતા. યુવક મંડળના પ્રમુખ અબ્દુલ સતાર ખત્રી, ઉપપ્રમુખ હાજી યાકુબ ખત્રી, મંત્રી ઇશાક ખત્રી, ખજાનચી અશરફ ખત્રી, અશરફ ખત્રી, જાવેદ ખત્રી, અશરફ ખત્રી, મામદ ખત્રી, શબ્બીર ખત્રી, ઓસમાણ ગનીએ સહયોગ આપ્યો હતો. આભારવિધિ ખમીશા ખત્રીએ કરી હતી. 

Panchang

dd