• ગુરુવાર, 02 જુલાઈ, 2026

અખિલ કચ્છ રાયમા-રાઉમા સમાજના પ્રમુખપદે ગાંધીધામના અગ્રણીની વરણી

ગાંધીધામ, તા. 1 : અખિલ કચ્છ રાયમા-રાઉમા સમાજની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં  પ્રમુખની વરણી કરવામાં આવી હતી. બેઠકમાં ગાંધીધામના હાજી જુમા રાયમાની  પ્રમુખ તરીકે બિનહરીફ  નિયુક્તિ કરાઈ હતી. ઉપસ્થિત આગેવાનો  દ્વારા સર્વસમંતિ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમની સત્તાવાર નિયુક્તિ કરાઈ હતી. પદ સ્વીકાર્યા બાદ  હાજી જુમા રાયમાએ સમાજનના આગેવાનો અને સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.   આ પદ તેમના માટે સન્માન નહીં પરંતુ સમાજસેવાની એક મોટી જવાબદારી હોવાનું કહ્યું હતું. સમાજના દરેક વર્ગના સહયોગથી  શિક્ષણ, આરોગ્યયુવા સશક્તીકરણસામાજિક એકતા  અને સર્વાંગી વિકાસ માટે  નવી દિશામાં કાર્ય કરાશે તેવું તેમણે ઉમેર્યું હતું. સમાજના વિકાસને  નવા શિખરો સુધી પહોંચાડવા શિક્ષણ, આરોગ્ય અને  રોજગાર માટે અલગ-અલગ ટીમ બનાવાશે તેવું ઉમેર્યું હતું. આયોજનમાં માંડવી સમાજના આગેવાનો સમસુલ રાયમા, આમદ રાયમા, હાજી રાયમા સહિત અનેક કાર્યકરો સહયોગી બન્યા હતા તેવું કાર્યકારી મહામંત્રી  સિકંદર રાયમાએ જણાવ્યું હતું. 

Panchang

dd