• રવિવાર, 12 એપ્રિલ, 2026

જિલ્લા-તાલુકાને ગજવવા લખપતમાં ઉત્સાહ

દયાપર (તા. લખપત) તા. 11 : છેવાડાના લખપત તાલુકામાં ગ્રામ્ય સ્વરાજ્ય એકમોની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આજે તાલુકા પંચાયત માટે 16 બેઠક માટે કુલ 72 ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતની બે બેઠક પર નવ ઉમેદવારો પોતાનું કિસ્મત અજમાવશે. ગઈકાલે સાંજ સુધી ભાજપનું મેન્ડેટ ન આવતાં આજે છેલ્લા દિવસે 16 બેઠક પર અને જિ.પં.ની બેઠક પર ડમી ઉમેદવારો સહિત ચૂંટણીના ફોર્મ ભરાયાં હતાં. ભાજપ દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર કચેરીમાં પ્રભારી રાજેશભાઈ પલણની આગેવાની સાથે ઉમેદવારો અને ટેકેદારો ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા. તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખ જુગરાજસિંઘ સરદાર, તાલુકા ભાજપ પ્રમુખ, હોદ્દેદારો વિગેરે સાથે રહ્યા હતા. તાલુકા મુખ્યમથક દયાપરમાં પણ ચૂંટણીનો જંગ જામશે. સૌથી વધુ ઉમેદવારો ભાડરા બેઠક પર છે. જેમાં એ.આઈ.એમ.આઈ.એમ. પક્ષના ઉમેદવારે પણ દાવેદારી નોંધાવી છે. આજે ઉમેદવારી નોંધાવવા છેલ્લો દિવસ હોતાં તાલુકા કચેરીઓમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો.  

Panchang

dd