• રવિવાર, 12 એપ્રિલ, 2026

નેત્રા પંથકમાં મગફળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 11 : નેત્રા ગામ અને આસપાસનો વિસ્તાર મગફળીના ઉત્પાદન માટે હબ ગણાય છે. અહીં ખેડૂતો વર્ષમાં બે વખત ઉનાળો અને ચોમાસું મગફળીનો પાક લે છે. ગત વર્ષે ભારે વરસાદને કારણે પાકને ઘણુ નુકસાન થવાથી ચાલુ વર્ષે ખેડૂતો ઉનાળુ મગફળીના વાવેતરમાં ફરી આત્મવિશ્વાસ સાથે જોડાયો છે. બાંડિયારાના ખેડૂત મામદભાઈ સંગારે કહ્યું હતું કે, નેત્રા સહિત બાંડિયારા, લક્ષ્મીપર આસપાસના વિસ્તારોમાં મગફળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતો દ્વારા ઈયળના નિયંત્રણ માટે દવાઓના ત્રણથી ચાર રાઉન્ડ છંટકાવ કરવામાં આવ્યા છે. છતાં પણ પુરતો લાભ મળ્યો નથી. ઈયળના ઉપદ્રવને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. ખાસ કરીને મગફળીમાં ફળ લાગવાની અગત્યની અવસ્થામાં ઈયળ નુકસાનકારક સાબિત થઈ રહી છે. ગજણસરના લોહાર અકબાર નામના ખેડૂતે ખેતરમાં છ એકરમાં મગફળીનો પાક લીધો છે, જે જેઠ માસમાં તૈયાર થઈ જશે તેવું જણાવ્યું હતું.  

Panchang

dd