• રવિવાર, 12 એપ્રિલ, 2026

હાજીપીરના ઉર્સમાં એક લાખથી વધુ લોકો પહોંચ્યા

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 11 : એક વૃદ્ધાની ગાયને લૂંટારા લૂંટી ગયા અને એ ગાય પાછી લેવા માટે શહીદી વહોરી લેનારા હઝરત અલી અકબર હાજી જકરિયા ઉર્ફે હાજીપીર વલીની રણ વચાળે આવેલ મઝાર પર શરૂ થયેલા કોમી એકતાના ઉર્સમાં એક લાખથી વધુ ભાવિકોએ માથું ટેકવી શ્રદ્ધાભેર દર્શન કર્યાં હતાં. હાજીપીર વલીના મેળામાં લોકો દૂર-દૂરથી પગપાળા, વાહનો મારફત અહીં પહોંચ્યા હતા. પંચાયત અને અન્ય ખાનગી કંપનીદઓ દ્વારા મેળાના દિવસો દરમ્યાન પાટી માટે ટેન્કરો ફાળવ્યા છે. તલાટી અમીનભાઈ સમાએ કહ્યું હતું કે, મેળા અનુલક્ષી હાજીપીરમાં સફાઈ અભિયાન આદરવામાં આવ્યું હતું. હાજીપીરમાં જૂના વીજરષ્ઁાા જે જર્જરિત હતા મેળા દરમ્યાન કોઈ અકસ્માત ન સર્જે તે માટે આ વીજરેષા બદલાવાયા હતા. લુણા જૂથ ગ્રામ પંચાયતનાં આયોજન તળે મેળામાં 40 જેટલા પ્લોટ ફાળવવામાં આવ્યા છે. સોદ્રાણા તળાવને ભરવા મુજાવર અબ્દુલ્લા બાવાની વાડીમાંથી પાણી છોડવામાં આવ્યું છે, તો વાસ્મો દ્વારા પણ પાણીની સગવડતા ઊભી કરાઈ છે. વર્ષોથી પરંપરા મુજબ દુઆગીર પીર સૈયદ હાજી મખદુમ અલીના વારસો પીર સૈયદ કૌસર અલીશાહએ ગુસલની પરંપરા કરાવી હતી. દરમ્યાન ભીરંડિયારા પીએચસીની ટીમને પણ તૈનાત રખાઈ હતી. પ્રવાસીઓનાં આવાગમન માટે એસ.ટી. તંત્ર દ્વારા 74 બસ દોડાવવામાં આવી રહી છે. રાપર, ભચાઉ, નખત્રાણા, મુંદરા, માંડવી, ભુજના રૂટ ઉપર વધુ બસ દોડાવાશે. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

Panchang

dd