ગાંધીધામ, તા. 9 : તાજેતરમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી
દ્વારા ગ્રીન મિથેનોલ બંકરિંગનું સફળ પરીક્ષણ
કરાતાં ભારત સમુદ્રી વ્યાપારમાં નેટ ઝીરો મેરિટાઈમ
ભવિષ્યની નજીક પહોંચી ગયું હોવાનું અને દરિયાઈ ક્ષેત્રને ડિકાર્બોનાઈઝ કરાવવાની દિશામાં
મહત્ત્વપૂર્ણ પગલું હોવાનું કેન્દ્રીય શિપિંગ મંત્રીએ જણાવ્યું હતું. શિપિંગ
મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, ડીપીએ કંડલાએ ગ્રીન મિથેનોલ બંકરિંગની ક્ષમતાઓને આગળ વધારી છે
તે ભારતના ઊર્જા સંક્રમણ પ્રયાસો અને વૈશ્વિક ગ્રીન શિપિંગ કોરિડોરમાં મહત્ત્વની ભૂમિકા છે. શિપિંગમાં
ગ્રીન હાઉસ ગેસની તિવ્રતા ઘટાડવા માટે ઈ-મિથેનોલ અને ઈ-એમોનિયા જેવા ઓછા કાર્બન વૈકલ્પિક ઈંધણ અપનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું હોવાનું
જણાવ્યું હતું. કંડલા બંદર લાંબા સમયથી ગ્રે
મિથાનોલને કાર્ગો તરીકે હેન્ડલ કરે છે. આ માટે
પહેલાથી જ માળખાંકીય સુવિધાઓ ટાંકી સ્ટોરેજ, પાઈપલાઈન, જેટી
વિગેરેનો સમાવેશ થાય છે. આ પાયાના અધારે જ
મહાબંદર ખાતે ગ્રીન મિથેનોલ બંકરિંગની સુવિધાઓ વિકસાવવામાં આવે છે. માળખાંગત સુવિધાઓ અને ઓપરેશનલ
પ્રોટોકોલને માન્ય કરવા માટે કિનારાથી જહાજ સુધી મિથેનોલ બંકારિંગ ઓપરેશન સ્ટોલ્ટ ટેન્કર્સ,
જેએમ બક્ષી, એજીસ વોપાક, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી સહિતના સાથે સફળતાપૂર્વક
હાથ ધરાયું હતું. દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા હવે વર્ષ 2028-29 સુધીમાં આશરે 500 ટીપીએ ઈ-મિથેનોલની ઉપલબ્ધતા
કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ પુરવઠો એશિયા, યુરોપ
વેપાર કોરિડોર ઉપર કાયરત જહાજોને ટેકો
આપશે તેવું શિપિંગ મંત્રીએ જણાવ્યું હતું શિપ
ટુ શિપ હેન્ડલિંગના સફળ પરીક્ષણ પછી કંડલા
પોર્ટ આગામી તબક્કામાં શિપ-ટુ-જહાજ મિથેનોલ બંકારિંગ હાથ ધરવાની યોજના ધરાવે છે,
જે તેની કાર્યકારી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. ડીપીએ કંડલાની પ્રગતિ ભારતને ઉભરતા ગ્રીન શાપિંગ કોરિડોરમાં એક
મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું શિપિંગ મંત્રીએ
જણાવ્યું હતું. - પોર્ટ રેડિનેસ માટે સ્તર-6નું અપાયું રેટિંગ : ગાંધીધામ, તા.
9 : તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે, કંડલા પોર્ટે હાલના માળખાંગત સુવિધાઓ અને નિયમનકારી
અને સલામતી માળખાંની પર્યાપ્તતાનું મૂલ્યાંકન કરવા માટે મેરિટાઇમ એડવાઇઝરી સર્વિસીસ
ડીએનવીને રોકી હતી. મૂલ્યાંકન પછી મિથેનોલ બંકારિંગ માટે ઇન્ટરનેશનલ એસોસીએશન ઓફ પોર્ટસ
એન્ડ હાર્બર્સ દ્વારા પોર્ટ રેડિનેસ લેવલ સ્કેલ
પર બંદરને સ્તર-6 ઉપર રાટિંગ
આપવામાં આવ્યું હતું.