• રવિવાર, 12 એપ્રિલ, 2026

કચ્છી યુવા સર્જક અજય સોનીને કોલકાતાનું ભાષા સન્માન જાહેર

ભુજ, તા. 9 : કોલકાતાની સાહિત્યિક સંસ્થા `ભારતીય ભાષા પરિષદ' તરફથી 2026ના વર્ષનું યુવા ભાષા સન્માન ગુજરાતી ભાષાના તેજસ્વી વાર્તાકાર અજય સોનીને જાહેર થયો છે.   ભારતીય ભાષા પરિષદ દર વર્ષે ભારતની ચાર ભાષાના સર્જકોને સન્માને છે, જેમાં એક પીઢ અને એક યુવા સર્જક હોય છે. એ રીતે ગુજરાતી ભાષાનો વારો દર આઠ વર્ષે આવતો હોય છે. યુવા સન્માનમાં રૂપિયા 51000ની રાશિ અને સ્મૃતિચિહ્ન અપાય છે. અત્રે નોંધનીય છે કે, અજય સોનીને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી યુવા ગૌરવ પુરસ્કાર અપાઈ ગયો છે તથા તાજેતરમાં ગુજરાતી ભાષાનો યુવા ગૌરવ સન્માન અપાયું છે. તેમના બે વાર્તાસંગ્રહને માતબર નોંધ લેવાઈ છે અને પુરસ્કારો મળેલા છે. તેમના વાર્તાસંગ્રહ `રેતીનો માણસ'ને અંજલિ ખાંડવાલા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમને મળેલો આ પુરસ્કાર તારીખ પહેલી મે 2026ના કોલકાતા ખાતે અર્પણ થશે તેવું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.  

Panchang

dd