• રવિવાર, 12 એપ્રિલ, 2026

વકફ સંસ્થાઓ કોઈ વ્યક્તિગત માલિકીની નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજની મિલકત

ભુજ, તા. 9 : કચ્છમાં વકફ સંસ્થાઓના રક્ષણ, સંચાલન અને રજિસ્ટ્રેશન જેવા અગત્યના મુદ્દાઓને ધ્યાનમાં રાખી તાજેતરમાં ભુજ ખાતે મેમણ જમાતખાના મધ્યે બેઠક મળી હતી. કાર્યક્રમની શરૂઆત મૌ. અલીફ નકશબંદી દ્વારા તિલાવતે કુર્આન શરીફથી કરાઈ હતી, શાબ્દિક સ્વાગત હાજી જમીલ મેમણે કર્યું હતું. આ પ્રસંગે સમિતિ વતી પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુમઅલી બાપુએ વકફ કાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે `ઉમ્મીદ પોર્ટલ' રજિસ્ટ્રેશન વકફ મિલકતોના ભાડાકરાર, `દર્પણ પોર્ટલ' પર નોંધણી વિ. માહિતી આપી હતી. આ માટિંગ દરમિયાન અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ, જમીઅત ઉલેમા એ હિન્દ, અખિલ કચ્છ એહલે હદીસ જમાત તેમજ વિવિધ સમાજોના આગેવાનો અને મુતવલ્લીઓ વચ્ચે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સર્વાનુમતે કચ્છ જિલ્લા વકફ સુરક્ષા સમિતિની રચના કરવા નિર્ણય લેવાયો હતો.  સમિતિના અધ્યક્ષ તરીકે પીર સૈયદ કૌશરઅલીશાહ હાજી મખદુમઅલી બાપુની બિનહરીફ વરણી કરાઇ હતી. સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ અબ્દુલ રાયમાએ વકફ મિલકતોની નોંધણી વિ. મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે શિફા હોસ્પિટલ કચ્છના ચેરમેન આદમભાઈ ચાકીએ જણાવ્યું કે, વકફ સંસ્થાઓ કોઈ વ્યક્તિગત માલિકીની નથી, પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજની મિલકત છે. મુતવલ્લીઓ માત્ર વહીવટકર્તા છે.ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર અહમદભાઈ જત, જમીઅત ઉલેમા એ હિન્દના પ્રમુખ અમીરઅલી લોઢિયા તેમજ નૂરમામદ રાયમા, અલીમામદ જત, અલીમામદ હિંગોરજા, સિધિક ત્રાયા, સલીમ રાયમા વિ. વકફ વિષયક માર્ગદર્શન આપ્યું હતું. પીર સૈયદ કૌશરઅલીશાહ બાપુએ મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કચ્છનાં રાજપીર પીર સૈયદ હશનશાહ બાવા જીલાની (ગાદીનશીન સાંકળવાળા પીર) તથા પીર સૈયદ હાજી તકીશાહ બાવા (પૂર્વ પ્રમુખ, કચ્છ જિલ્લા સૈયદ સમાજ) દ્વારા દુઆએ ખૈર કરાઇ હતી. આ કાર્યક્રમમાં સૈયદ અબુબકરશાહ, સાજીદ મેમણ, અબ્દુલ સતાર આકબાની, હાજી જકરિયા કુંભાર, એડ. ગુલામહુસૈન સમેજા, નૂરમામદ મંધરા, ઈમરાન હાજી જુમા નોડે, હાજી ઈશા હાજી સિધિક, મોહસીન હિંગોરજા, રજાક લંગા વિ. બહોળી સંખ્યામાં આગેવાનો અને મુતવલ્લીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સૈયદ અમીનશાહ બાવાએ કર્યું હતું. 

Panchang

dd