• મંગળવાર, 25 જૂન, 2024

જળપેડીની પ્રથા જાગૃત કરવાની જરૂર

ભુજ, તા. 31 : ભીમ અગિયારસના દિને કચ્છમાં જળ પેડીના આયોજનની પરંપરાને અનુલક્ષી `જળ સ્વાવલંબનની દિશામાં પહેલ' વીડિયો કોન્ફરન્સથી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં જળ પેડીની પ્રથા જાગૃત કરવાની જરૂર ઉપર ભાર મુકાયો હતો. વીડિયો કોન્ફરન્સમાં ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચોને કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં કલેક્ટર શ્રી અરોરાએ જણાવ્યું કે, આપણી જૂની પુરાણી પરંપરાઓ લુપ્ત થઇ રહી છે તે જાગૃત કરવાની જરૂરત છે. ભીમ અગિયારસના પવિત્ર દિવસે સમગ્ર ગ્રામજનો પોતાના ગામમાં નાના વોકળા, તળાવ, કૂવા અને નદીના વહેણની સુધારણા કરે. જો કોઇ આવમાં અવરોધ હોય તો દૂર કરીએ અને શક્ય હોય તેટલું જળસંચય થાય તે માટે ગ્રામ્ય કક્ષાએ સરપંચો અંગત રસ લઇ જનભાગીદારી દ્વારા જળસંચયના કામો દરેક ગામમાં હાથ?ધરે તેવો અનુરોધ?કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિએ જણાવ્યું કે, આજથી શરૂ?કરી તા. 4/6 સુધી લોકસહયોગ મારફતે જળત્રોતોની સાફ-સફાઇ કરી લોકોમાં જળસંચય બાબતે જાગૃતિ વધે તેવા કાર્યક્રમનું આયોજન કરવા સૂચન કર્યું તેમજ તા. પાંચના આયોજિત ગ્રામસભામાં પણ તમામ પંચાયત દ્વારા આ ચાર દિવસ દરમ્યાન થયેલી કાર્યવાહીની નોંધ લેવા જણાવ્યું હતું. ભુજ ખાતેનની કાર્યશાળાના ધારાસભ્ય કેશુભાઇ પટેલે જણાવ્યું કે, ભીમ અગિયારસના દિવસનું કચ્છ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ખેડૂતો ગામના તળાવો અને અન્ય જળ ત્રોતોની આ દિવસે સાફ-સફાઇ કરીને પાણી યોગ્ય જગ્યાએ સંગ્રહ થાય અને પાણીના વહેણથી કોઇ નુકસાન ન થાય તે માટે સ્વયંભૂ શ્રમ યજ્ઞથી જળ બેંકોને સુરક્ષિત કરતા, પરંતુ સમય જતાં આ પ્રથા લુપ્ત થતી જોવા મળે છે. જે પ્રથા જાગૃત કરવાની ખૂબ જ જરૂરત છે તેમજ ગુજરાત સરકારની જળસંચયની ઘણી યોજનાઓ છે. તે યોજનાઓના કામો ચાલુ હોય ત્યારે તે કામો પર દેખરેખ રાખવી અને જો કામ યોગ્ય રીતે ન થતું હોય તો તે બાબતે રજૂઆત કરવા માટે પણ કોઇ?જનપ્રતિનિધિએ અચકાવું જોઇએ નહીં. પ્રાંત કચેરી અંજારથી આ વર્કશોપમાં જોડાયેલા ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું કે, પાણીનો સંગ્રહ થાય અને જળ બેંકો સુરક્ષિત રહે, સ્વચ્છ રહે તેમજ આ જળ બેંકોનું પાણી દૂષિત ન થાય તે બાબતે જાગૃતિ રાખવી જરૂરી છે. જેટલું પાણી યોગ્ય જગ્યાએ સંગ્રહિત કરી જમીનમાં ઉતારવામાં આવશે તો તેનો લાભ ભવિષ્યમાં આપણને મળવાનો છે. પ્રાંત કચેરી નખત્રાણાથી જોડાયેલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં ખેતી જીવંત રાખવી હશે તો પાણીના એક-એક બુંદની બચત કરવી પડશે. પાણીના કુદરતી વહેણ પછી તે નાના હોય કે મોટા તેની સુરક્ષા કરવી પડશે. તેમાં કોઇ?અવરોધ ન થાય તે જોવાની આપણી ફરજ છે. આજના કાર્યક્રમમાં જળત્રોત સ્નેહ સંવર્ધન સમિતિના પ્રતિનિધિ ડો. જાડેજાએ પી.પી.પી.ના માધ્યમ દ્વારા કચ્છ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર જળસંચયના કામો સંબંધે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમના અંતે જળ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang