વેકરા, તા. 6 : માંડવી તાલુકાના આ ગામમાં કન્યાશાળાનાં
નૂતન ભવનનું લોકાર્પણ કરાયું હતું. ગુજરાત સરકાર દ્વારા નિર્મિત તથા કચ્છ જિલ્લા શિક્ષણ
સમિતિ દ્વારા સંચાલિત શાળાનાં નૂતન ભવનનું લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેના હસ્તે
કરાયું હતું તથા કન્યા કેળવણીનો વ્યાપ વધે તે માટે વાલીઓને શિક્ષણ માટેની વિવિધ યોજનાઓની
માહિતી આપી હતી. જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિરમભાઇ ગઢવીએ સરકારી શાળાનું મહત્ત્વ
સમજાવ્યું હતું. દાતાઓનું સન્માન કરાયું હતું. જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજી રોશિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ
વાઘેલા, તા.પં. સદસ્ય પ્રેમબાઇ વેકરિયા, મહેન્દ્ર રામાણી, જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ
જાડેજા, તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા,
બીઆરસી મેહુલભાઇ શાહ, જિ.કે.નિ. કિશોરભાઇ વેકરિયા,
સરપંચ દેવલબેન સંજોટ, ઉપસરપંચ અનિરુદ્ધસિંહ જાડેજા,
શિવુભા જાડેજા, લાલજીભાઇ કેરાઇ, કનકસિંહ જાડેજા, વાલજીભાઇ હીરાણી, હઝીરભાઇ સંજોટ, દિનેશ ભુડિયા, ઇશાભાઇ
માંજોઠી ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા એસ.એમ.સી.ના સભ્યો તથા કુમાર-કન્યાશાળાના શિક્ષકોએ
સંભાળી હતી. સંચાલન શીતલબેન મોતા તથા આભારવિધિ મિત્તલબેન પટેલે કર્યા હતા.